________________ રજિ૦ . બી. પ૭૩૪ કેન્દ્ર યાં, રાજ્યમાં કે સમાજમાં ? બહુ જ તાજો કાળ બાદ કરીએ તો ભારતના સમાજમાં ભાગ્યે જ રાજાને કે રાજ્યને કેન્દ્રવતી' સ્થાન મળ્યું હતું. એ સમાજ હંમેશાં નિરપવાદ રીતે ગ્રામ અને નગરન! સમાને કેન્દ્રમાં રાખતે આવ્યા છે, અને રાજા અને તેનું રાજ્યતંત્રે તો કેવળ એના એક ઘટકરૂપ રહ્યાં છે. આપણાં અર્થશાસ્ત્ર અને દંડનીતિઓ અને આપણા અર્થચિતકે અને તેમણે કરેલી રાજાશાહીની અને કેટલીક વાર તો કડક રીતે કેન્દ્રિત કરશાહીની સુધાં હિમાયત છતાં પણ આપણુ કે દેશનું વલણ જેને સંકુચિત અર્થમાં રાજકીય કહે છે તેના કરતાં સામાજિક વધારે હતું એ ચેક્ટસ છે, અને જો કે રાજા રક્ષક અને પાલક હતા તેમ છતાં, સામાજિક ધોરણે, કાયદાઓ, વિચારે, આદર્શો અને સંસ્થાઓના ઘડતરમાં તેનો કશો ફાળો નહોતો, ભારતવાસીઓને તે સદા ગ્રામ અને નગરની સમાજોની જ પડી હતી અને તેને માટે જ તેઓ કામ કરતા હતા નહિ કે રાજા અને રાજ્ય માટે; જો કે તેઓએ કદી રાજાને તેને ઘટતાં માન આદર અને કર આપવામાં કચવાટ અનુભવ્યા નથી. કૌટિલ્ય જેવા એકકેન્દ્ર રાજાશાહીના હિમાયતીનું પણ વલણ અને દૃષ્ટિ જેને સંકુચિત અર્થ માં રાજકીય કહે છે તેના કરતાં સામાજિક-આર્થિક વધારે હતી, એમાં શંકા નથી. | ભૂતકાળના ભારતને માનવી તે હવે સામાજિક જીવ, અને નહિ કે એક ગ્રીક ફિસૂફે (પ્લેટએ?) કહ્યું હતું તેમ રાજકીય જીવ, અને જો આપણે સૈકાઓના ગાળા દરમ્યાન ભારતવાસીઓએ ખેડેલી યાત્રાને બરાબર સમજવી હોય તે ભારતની સામાજિક વિચારસરણીની દૃષ્ટિએ એ બાબતનો વિચાર કરવા જોઈએ. - નોહરંજન રાય Jain Education International For Personal Power Only