SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : : બુદ્ધિપ્રકાશ લિખિત ઈતિહાસના ભાવે ઐતિહાસિક અનુશ્રુતિમાં રહેલા તથ્યો પણ લાભ લેવા જોઈ એ. અશાકના પૌત્ર સમ્મતિને લગતી જૈન અનુશ્રુતિની વિગતા તપાસતાં એમાં અશોકનાં ધમ 'શાસનાનુ` સ્પષ્ટ પ્રતિબિંબ પડતું જણાય છે. વળી એ અનુશ્રુતિમાં સમ્મતિએ તામિલ તે આન્ધ્ર દેશ જીત્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. આન્ધ્ર દેશના કેટલાક ભાગ તા અશોકની સત્તા નીચેય હતા, પરં'તુ તામિલ દેશને લગતી હકીકત નવી છે, જેને પ્રાચીન તામિ લસાહિત્યમાં આવતા તામિલનાડ પર થયેલા મૌય વિજયના ઉલ્લેખા પરથી સમર્થન મળે છે. સાતવાહનાના ઇતિહાસ માટે લેખા, સિક્કા તે પુરાણેાની સામગ્રી પૂરેપૂરી તપાસવામાં આવી છે, પરંતુ જૈન સાહિત્યની અનુશ્રુતિયે લક્ષ્યમાં લેવા જેવી છે. એક કથામાં રાજા શાલિવાહને પેાતાના સેનાપતિને મથુરા જીતવાની આજ્ઞા કરતાં એ સેનાપતિને રાજા કઈ મથુરા કહેવા માગે છે એ ન સમજાતાં એણે ઉત્તરની તેમ જ દક્ષિણની એમ અને મથુરા છતી એવા ઉલ્લેખ આવે છે. એક ખીજી કથામાં ભરુકચ્છના નહવાહ (અર્થાત્ નહપા) તે પ્રતિષ્ઠાનના સાલિવાહન (અર્થાત્ ગૌતમપુત્ર) વચ્ચેની સ્પર્ધાના તેમ જ નહપાણે ધર્મસ્થાના પાછળ વાપરેલા અઢળક દ્રવ્યના નિર્દેશ આવે છે. ધ્યાનમાં રાખવા જેવું છે. પ્રા. લેવી યુઈશી લોકો ૧લી-ર૭ સદીમાં દખ્ખણમાં સત્તા ધરાવતા હતા એવા મત રજૂ કરે છે એ આમ અસ`ભવિત લાગે એમ છે, પરંતુ એના ખીજા અનેકવિધ પુરાવા મળતા જાય છે. Jain Education International ઉત્તર પ્રદેશના મધ વંશના ડૅા. અળતેકરે જે ઇતિહાસ ગાઠવ્યેા છે. તેને રાજબ્રાટમાંથી મળેલી મુદ્રાને આધારે નવેસર તપાસવાની જરૂર છે. આ મત્ર લાકા કાણુ હતા તે એમને સાતવાહના સાથે શે સબંધ હતા એ એક જટિલ પ્રશ્ન છે, જેના પર સાતવાહનેાના ઉત્તરકાલીન ઇતિહાસ પરથી કંઈ પ્રકાશ પડે છે. યજ્ઞશ્રી સાતકીના સમય, પછી સાતવાહન સામ્રાજ્યની પડતી થતાં એના પશ્ચિમ તે દક્ષિણના પ્રાંત ચુટુ શાખાના કબજામાં તે પૂર્વના પ્રાંત ઉત્તરના ઈક્ષ્વાકુઓના કબજામાં ગયા ત્યારે શ્રી શિવમક અર્થાત્ શિવમધ અમરાવતી તજી મહા કૈાશલને માગે કૌશાંબી ગયા જણાય છે. ત્યાં એણે ઈ. સ. ૧૫૫ના અરસામાં નવું રાજય સ્થાપ્યું. એના પછી ભદ્રમધ ગાદીએ આળ્યે, જેને લેખ (ઈ. સ. ૧૫૯) કૌશાંખીમાંથી મળ્યા છે. એના પછી કૌસીપુત્ર શિવમત્ર ગાદીએ આવ્યા લાગે છે. એનું રાજ્ય ઈ સ. ૧૮૫ના અરસામાં પૂરુ થયું હોવું જોઈએ. ગુપ્તવંશના તિહાસને અભ્યાસલેખા, સિક્કાઓ તે સાહિત્યની સામગ્રી પરથી ખરાખર કરવામાં આવ્યા છે, પણ એ કાલનાં લેાકજીવન તે સંસ્કૃતિ પર મહત્ત્વનેા પ્રકાશ પાડે તેવી અમુક સામગ્રીની ઉપેક્ષા કરવામાં આવી છે. દાખલા તરીકે વસ્તુમાંની તરીકે ઓળખાતાં ચાર ભાણુ છેક ૧૯૨૨ શકે! તે સાતવાહના વચ્ચેના સંબંધ નક્કી કરવા માટે ઊંડા અભ્યાસની જરૂર છે. જેમાં ભકચ્છના પ્રસિદ્ધ બંદરના સમાવેશ થતા એ અપરાત દેશ શરૂઆતમાં નહપાણે જીતેલા, એની પાસેથી એ પ્રદેશ ગૌતમીપુત્ર જીતી લીધા. ને એ પછી પાછામાં રુદ્રદામાએ કબજે કર્યાં. નાસિકના પ્રદેશ પણ નપાણુ પાસેથી ગૌતમીપુત્ર લઈ લીધેલા તે એના અનુગામી વાસિષ્ઠીપુત્રના ચે હાથમાં રહ્યો હતા, પરંતુ ટાલેમી એને સમાવેશ વાસિષ્ઠીપુત્રના રાજ્યમાં નહિ પણ ઉજ્જનના ચષ્ટનાં રાજ્યમાં કરે છે એ નેોંધપાત્ર છે. એવી રીતે પેરિપ્લસમાં આવતા ‘નખનસ'નાં ઉલ્લેખમાં નહપાણુની હકીકત મળી આવે છે એ પ્રસિદ્ધ થયાં હતાં તે એ કૃતિઓ ગુપ્તકાલની હોવાનું પૂરેપૂરું પુરવાર થઈ ગયું છે. એમાંના એ ભાણુમાં કુમારચુખ્ત મહેન્દ્રાદિત્યના ગભિત ઉલ્લેખ આવે છે. વળી એક ભાણુમાં જણાવેલા અપરાન્તના રાજા ઇન્દ્રવર્મા તેમ જ દશપુરના રાજા રુદ્રવર્મા પણ ઐતિહાસિક હોવાનું માલૂમ પડે છે. આ ભાણુંરૂપકેાની ખરી મઝા તા એમાં કરેલા એ સમયના માણસાના તે એમના ચારિત્ર્યના નિરૂપણુમાં રહેલી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522251
Book TitleBuddhiprakash 1955 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy