________________
C 3
બુદ્ધિપ્રકાશ
સંપાદક નગીનદાસ પારેખ
પુસ્તક ૧૦૨ [ ].
જાન્યુઆરી : ૧૯૫૫
[ અંક ૧ લે
ઇતિહાસ ભૂતકાળમાં જે સ્થિતિ પ્રવર્તતી હતી તેનાં મૂળને જાણવા માટે આપણે “શું હતું ? ” એ પ્રશ્ન પૂછવો પડે, અને એને જવાબ “ ખરે ખર આમ હતું’ તિ-ઇ-સાસ એ મળે. આપણા ચિત્તના જે ખંડમાં ભૂતકાળની ક્ષણે અથવા અનુભવો સંચિત થયેલા હોય છે તેને સ્મૃતિ કહે છે, અને સમૃતિ અને અનુભવ–વર્તમાન અનુભવ–વચ્ચે ભેદ આપણા દેશના દાર્શનિકેએ સપષ્ટ કર્યો હતો
આપણા દેશના ગવાદી વિચારકે ચિત્તને નદીની ઉપમા આપી છે અને એનું વર્ણન કરવા ‘ચિત્તનદી’ એ શબ્દપ્રયોગ કર્યો છે. એમાં એવું સ્પષ્ટ સૂચન રહેલું છે કે ચિત્તની વર્તમાન ક્ષણ ભૂત ક્ષણ સાથે સાતત્ય ધરાવે છે, અને એ વર્તમાન ક્ષણ ભૂત ક્ષણાનો સરવાળો છે, અને ઉપરાંત કંઈક વિશેષ છે. જે એક વ્યકિતને લાગુ પડે છે, તે જ, એક રીતે જોતાં, આખી પ્રજાને અથવા તેમના સમાજને પણ લાગુ પડે છે. એટલે ઇતિહાસને પ્રજાની સ્મૃતિ કહેવામાં આવે છે તે ચેાગ્ય છે. આ વર્તમાનના ભૂતકાળ સાથેના સંબંધને લીધે અથવા ભૂતકાળ જે રીતે વર્તમાનને વ્યાપી વળે છે તેને લીધે શિક્ષણમાં ઇતિહાસને અભ્યાસ અનિવાર્ય બની જાય છે. ઇતિહાસ એ માનવ મનની તર્ક પ્રધાન પ્રવૃત્તિ છે અને તેને હેતુ કેઈ વ્યકિત અથવા સમુદાયના ભૂતકાળ વિશુ સત્ય શોધવાના છે. આપણા દેશના પ્રાચીન નૈયાયિકે “ ઐતિહ્ય ’ને આઠે પ્રમાણેમાંનું એક ગણતા હતા.
– દાદાસાહેબ માવળકર
ગુ
૫ ભા
જે ૨
in Education in tamational
:
અ મ દાવો ૬ on
als