________________
મુહિમા
તા. ૧૦-૮-૧૯૬૫
તપ અને ત્યાગ
સંત રંગદાસ નાના હતા ત્યારની આ વાત છે. એક દિવસ તેમના બાપુજીએ તેમને બજારમાંથી ફળ લેવા મોકલ્યા.
બજરે જતાં રસ્તામાં તેમણે એક ગરીબ માણસને જોયો. તે ચીંથરેહાલ દશામાં હતા અને બે ત્રણ દિવસને ભૂખ્યો હતે.
બાળક રંગદાસનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. તેમણે તરત જ પિતાની પાસે પૈસા હતા તે બધા એ ગરીબ માણસને આપી દીધા. પછી તે ફળ લીધા વિના જ સીધા ઘેર આવ્યા.
પિતાએ રંગદાસને પૂછ્યું: “બેટા ! ફળ લીધા વિના કેમ પાછો આવ્યો?”
“બાપુ! હું આપણે માટે અમરફળ લઈ આવ્યો છું.” રંગદાસે કહ્યું.
પિતાશ્રીએ નવાઈ પામી પૂછ્યું. “કયાં છે? બતાવ જોઉં.” ત્યારે રંગદાસે જવાબ આપ્યોઃ
બાપુ! આપણું જેવો કોઈ માણસ રસ્તામાં ચીંથરેહાલ. દશામાં ભૂખે ટળવળતો હતો. તેની એવી દશા જોઈ મેં એને બધા પૈસા આપી દીધા !!
બાપુ! જે એ પિતાના ફળ લઈને આવત તે છેડે વખત જ તેની મીઠાશ આપણને ચાખવા મળત, જ્યારે આ કાર્યના ફળની મીઠાશ તે હંમેશને માટે રહેશે, ખરું ને?