________________
અહિંસા
મદ્રાસ રાજ્યના તજેર જિલ્લામાં આ ધનુર નામના ગામમાં નંદ નામના એક મોટા સંત થઈ ગયા.
તેમને જન્મ ચમાર જાતિમાં થયો હતે. અસપૃશ્યને તે તે વખતે મંદિરમાં કોણ પિસવા દે? '
એ લેકો-ચમારે પિતાનાં જુદા દેવદેવીની પૂજા કરતા અને તેમની આગળ બકરાં, પાડા કે મરઘાં બધેરતાં. આ ભેગ ચડાવવાથી દેવ-દેવી ખુશ થાય છે એમ તેઓ માનતા.
ભકતરાજ નંદને આ રીવાજ ગમતે નહિ તેથી તે એને સખ્ત વિરોધ કરતા.
એવામાં એક વખત નંદ ખૂબ બિમાર પડયા. ઘરડા લોકે આવી તેમને કહેવા લાગ્યા:
લેતે જા, તું આપણી દેવીને માનતો નથી ને? તે ભોગવ હવે તેનું ફળ. તારા બાપ પણ રેગમાં મરી ગયા અને હવે તું પણ મરીશ. માટે સમજીને દેવીની માફી માગ અને તેને બકરી ચડાવ.”
ભક્તરાજ નંદે મકકમતાથી કહ્યું –
“ભલે હું રોગમાં મરી જઉં પણ બારે મારીને મારે જીવવું નથી. હું તે માત્ર ભગવાનની પ્રાર્થના જ કરીશ.”