________________
૨)
બુદ્ધિપ્રભા
[તા. ૧૦-૮-૧૯૬પ
8
સંપાદકીય
મી
થી
એ, તો ,
તેટલું સપડી. આથી અહી તમામ મા સ પણ
ગયા જુલાઈ માસના શરૂના જ દિવસોમાં હૃદયના હુમલાથી (હાર્ટ-એટેક) હું પથારીમાં પડ્યો. તબીબાએ સંપૂર્ણ આરામની કડક સૂચના કરી. આથી મારી તમામ પ્રવૃત્તિયોને મારે ન છૂટકે બંધ કરવી પડી. આથી પર્યુષણ અંક માટે જોઈએ તેવું, ને જોઈએ તેટલું સાહિત્ય હું તૈયાર ન કરી શકયો. મારા સાથી મિત્રો પણ મારી બિમારીથી બેચેન હતા.
આથી ન છૂટકે સંજોગે સામે હાર સ્વીકારીને, દુભાતે દિલે પણને દળદાર અંક ન કાઢતાં માત્ર આટલા જ પાનાનો અંક કાઢી મારે ચલાવવું પડયું છે.
અંક સમૂળગે બંધ ન રહે અને એવી કઈ હવા ન ફેલાય કે બુદ્ધિપ્રભા તે બંધ થયું છે. એ હેતુથી તેમજ શારીરિક અને માનસિક લાચારીના કારણે ચોપાનીયા' જેવો આ અંક આપના હસ્તકમળમાં ધ્રુજતા હાથે અને હૈયે મૂકુ છું.
આશા રાખું છું સંજોગોને લઈને કરવી પડેલી આ બાંધછોડ માટે આપ સૌ મને ઉદાર દિલે ક્ષમા આપશે જ,
લી. આપનો,
ગુણવંત શાહ, સંપાદક [તા, ક–મારી જીવલેણ ઘાત માટે જેઓએ પત્રથી તેમજ રૂબરૂ આવીને મારા પ્રત્યે જે મમતા અને લાગણી બતાવી મારી તંદુરસ્તીની પ્રાર્થના કરી છે તે સૌ શુભેચ્છકોને આભાર માનું છું. અને જે પૂજ્ય શ્રમણ ભગવંતોએ વાસક્ષેપ મોકલી શુભ આશીર્વાદ પાઠવ્યા છે તેઓને ઉપકાર પણ ભૂલ્યો ન
તે છે. સં]