SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦] બુદ્ધિપ્રભા (તા. ૧૦-૬-૧૯૬૫ વખતમાં ધ્યાન સમાધિને અભ્યાસ સેવવાથી સહજ સુખનો અનુભવ વધતું જાય છે. ભકતનું આગમન અને ઔપદેશિક પ્રવૃત્તિથી સમાધિના ઊંડા પ્રદેશમાં ઉતરવાનો સખત અભ્યાસ થઈ શકતો નથી. પારમાર્થિક કાર્યોમાં પ્રવૃત્તિ કરવાનું કામ અણધાર્યું આવી પડે છે. શુભ પ્રવૃત્તિ સર્વથા આદેય છે, શુભ પ્રવૃત્તિરૂપ ધર્મ વ્યવહાર કર્યો સેવવામાં અંતરથી નિર્લેપતા રાખવી એવો પ્રયત્ન હાલ વિશેષતઃ કરાય છે. ધ્યાનની પીઠિકા દઢ કરવાનું કાર્ય હજી ચાલે છે. ધ્યાન કરતાં કરતાં મન વિશ્રામ પામવાથી સમાધિનો અનુભવ આવે છે.” તા. ૨૨-૧-૧૧૨ વલસાડમાં લખે છે –“હે આત્મન ! નિષ્કામ બુદ્ધિથી ઉપદેશ ગ્રંથ બનાવવા વગેરે કાર્યોને કર્યા કર !” તા. ૨૫-૧-૧૯૧૨ અમલસાડમાં લખે છે –જેઓને ઉપદેશ દેવામાં આવે છે તે શ્રાવકોને મોટો ભાગ નિરક્ષર હોવાથી જેન તો સમજવાને માટે અધિકારી પણ વિચાર પ્રમાણે પ્રાયઃ જણાતો નથી તેથી તેઓની આગળ ધર્મકથાઓ કહેવી પડે છે...” તા. ૩૦-૧-૧૧૨ સુરતમાં લખે છે –“....અમે સમાધિ પ્રાપ્ત કરીને આત્મ સુખ પ્રાપ્ત કરવું એ જ મુખ્ય કર્તવ્ય માન્યું છે. જેટલું થશે તેટલું કરશું.” તા. ૧૧-૪-૧૯૧૨ પાદરામાં લખે છે –“...આત્મામાં રમણતાં કરતાં આનંદ રસની ઝાંખી અનુભવાય છે. તે વખતે ત્રણે ભુવનમાં બાહ્ય સુખો પણ તૃણ સમાન ભાસે છે. આત્મામાં ઊંડુ ઉતરી ગચેલું અને ત્યાં સ્થિર થએલું મન ખરેખર અંતરના આનંદથી જીવી શકે છે. અને તેનું પ્રતિબિંબ જાણે બાહિરમાં દેખાતું હોય એવો ભાસ થાય છે...” તા. ૨૬-૪–૧૧૨ પાદરામાં લખે છે:-“આચાર અને વિચા રેની શુદ્ધતામાં ક્ષણે ક્ષણે વૃદ્ધિ થાઓ એમ ઈચ્છું છું. ધ્યાન અને
SR No.522167
Book TitleBuddhiprabha 1965 06 SrNo 67
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy