________________
[A
તા. ૧૦-૬-૧૯૫ જેન ડાયજેસ્ટ સમાધિમાં આયુષ્યને ઘણે ભાગ જાય, ધર્મનાં ઉપદેશાદિક કાર્યોમાં આકીનું આયુષ્ય વહે એમ ભાવના ભાવું છું...”
તા. ૨–૫-૧૯૧૨ નાલમાં લખે છે –....તું તે શું કરી શકે તેમ છે તે કાર્ય કરીને બતાવ. હવે વાતેના તડાકા મારવાથી કંઈ વળી શકે તેમ નથી. જે જે કાર્યો તારા જીવનમાં કરવા ધાર્યા છે તે પ્રતિ લક્ષ રાખીને તે તે કાર્યો કરવામાં સદાકાળ મંડ રહે.”
તા. ૩-૭-૧૯૧૨ અમદાવાદમાં લખે છે: “..શ્રી હરિભદ્રસૂરિ કૃત દશ વિકાલિકની ટીકા વાંચી. શ્રીમદ્ હરિભદ્રસૂરિએ વિશાળ બુદ્ધિથી કેટલેક ઠેકાણે લાંબુ વિવેચન કર્યું છે. પૂર્વે કરતાં આ વખતે દશવૈકાલિકની ટીકા વાંચવાથી સારો અનુભવ થયે....”
તા. ૧૪-૯-૧૯૧૨ અમદાવાદમાં લખે છે –“આજથી આત્માના મંદ વીર્યનું ઉત્કૃષ્ટ વીર્ય કરવા પ્રયત્ન કરું છું. હું પરમ વીર્યમય છું અને સત્તામાં રહેલું મારું પરમવીર્ય પ્રગટાવવા પ્રયત્ન કરું છું...જે જે સંગોની અને હેતુઓની સામગ્રી પામીને આત્મા તે પરમાત્મા થાય એવા સવેગની અને હેતુઓની સામગ્રી શીઘા પ્રાપ્ત થાઓ તેવો દઢ સંકલ્પ કરું છું.”
તા. ૧૫–૮–૧૯૧૨ અમદાવાદમાં લખે છે –“હું હજી ભૂલને પાત્ર છું. તેમ બીજા જીવો પણ ભૂલને પાત્ર છે તેથી બીજા છે ઉપર પિતાના આત્મા સમાન દષ્ટિ ન રખાઈ હોય અને બીજાઓને ધિક્કાર દષ્ટિથી દેખ્યા હોય તેની હે વિતરાગ ! તમારી પાસે માફી માંગુ છું અને હવેથી સર્વ જીવોની સાથે આત્મ દષ્ટિથી વર્તવા પ્રયત્ન કરવા સંકલ્પ કરું છું.”
કયાંક કયાંક શ્રીમજીએ ડાયરીમાં કાવ્યો પણ લખ્યાં છે. આત્માના પ્રેમમાં તરબોળ બનીને તા. ૨૨-૯-૧૯૧ર અમદાવાદમાં લખે છે –
જ્યાં જ્યાં વિભૂતિ આપની ત્યાં પ્રાણ મારા પાથરું, તવ નામ પિયૂષ પી ઘણું આનંદથી હસો ફ