________________
તા. ૧૦-૬-૧૯૫]. જૈન ડાયજેસ્ટ
[૩૯ આજ સુધીમાં થએલાં કોઈ પણ જૈન સાધુએ ડાયરી લખી હોય એવું જાણમાં નથી. જૈન સાહિત્યના ઇતિહાસમાં આ જાતની ડાયરી લખનાર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી એક માત્ર છે.
તેઓશ્રીએ દીક્ષા લીધા બાદ આ ડાયરી લખવાનું કાર્ય સતત જારી, રાખ્યું હતું. પરંતુ એ બધી જ ડાયરીઓ પ્રગટ નથી થઈ શકી. તેમાંથી ઈ. સ. ૧૯૧૧ થી ૧૯૧૪ સુધીની ડાયરીમાં પ્રગટ થઈ છે. જે ધાર્મિક ગદ્ય. સંગ્રહ તથા પત્ર સદુપદેશમાં ગ્રંથસ્થ થઈ છે.
શ્રમજીની આ ડાયરીમાં મોટે ભાગે તેમનું વિવિધ વિષા પરનું ચિંતન જ જણ્વ છે. તેમનાં આંતરિક જીવનની હકીકતે ઘણી જ એાછી વાચવા મળે છે. અને એવી હકીકત જ્યાં નોંધ પામી છે તે નોંધ પણ અછડતી જ છે.
તા. ૨૩-૧૦-૧૯૧૧ મુંબઈમાં લખે છે –“પ્રારંભ વર્ષમાં કેવી રીતે વર્તવું તેને વ્યાખ્યાનમાં ઉપદેશ દીધે. સાધુના આચારે અને વિચારે કેવા જોઈએ તેનો વિચાર કર્યો.......માનસિક દે અને કાયિક દોષોને નાશ થાઓ !
તા. ૮-૧૧-૧૯૧૧ મુંબઈમાં લખે છે – દરેક મનુષ્યને બે દેવા માટે વ્યાખ્યાન વાંચું છું પરંતુ તેમના આચારે જોતાં વ્યાખ્યાન શ્રવણથી જોઈએ તેવી અસર પ્રાયઃ થઈ નથી આનું કારણ એ છે કે તેઓ ગાડરીયા પ્રવાહની પેઠે વ્યાખ્યાન શ્રવણ કરે છે...”
તા. ૧૮-૧૨-૧૯૧૧ ભાઈંદરમાં લખે છે –“જે જે દુર્ગુણેના સંસ્કાર હૃદયમાં ઘણું ભવથી ઘર કરીને રહ્યાં છે, તે તે દુર્ગુણોને નાશ કરવા સંકલ્પ કરું છું....”
તા. ૨-૧-૧૯૧૨ વાપીમાં લખે છે –પંચ મહાવ્રતના પાઠનું મનન અને તેને અનુભવ કરતાં લાગે છે કે હજી પખી સૂત્રમાં કહ્યા પ્રમાણે ઉત્તરકરણું ચારિત્રમાં પરિપૂર્ણતયા પ્રવર્તી શકાતું નથી. પાક્ષિક સૂત્રમાં કહ્યા પ્રમાણે વર્તવાને હું તે પ્રયત્નશીલ અને ઉત્સાહી છું....”
તા. ૧૮-૧-૧૯૧૨ વલસાડમાં લખે છે—હાલમાં વિતા