________________
લા, ૧૦-૫-૧૯૬પ)
જૈન ડાયજેસ્ટ
[રા
જીવલડા ઘાટ નવા શીદ ઘડે,
પલકની ખબર તને નહિ પડે. માયાથી મસ્તાન થઈ અરે,
દુર્ગતિ રડવડે. સદ્દગુરુને સંગ કરે ભાઈ,
મારગ સાચો જડે. પલકની ખબર તને નહિ પડે. જેહ ઘરે ઘડીયાલ વાજે,
નોબત ગડગડ ગડે; તેહ ઘરે જે કાગ ઊડે ભાઈ,
ગીધયૂથ અથડે.. પલકની ખબર તને નહિ પડે. મહ મદિરા પીને મર્કટ,
કૂદી છાપરે ચડે મનડું મર્કટ વશ થાય ,
મુકિતપુરી જઈ અડે. પલકની ખબર તને નહિ પડે. કર પ્રીતિ પરમાતમ સાથે,
ફોગટ કયાં આથડે, બુદ્ધિસાગર આતમને,
તુજને કે નહિ નડે. પલકની ખબર તને નહિ પડે.