________________
ભગવાન શાહ
સંકલન
મુખડા દેખો દર્પન મેં
જે સાધુઓ એક બીજાની નિંદા કરે છે, એક બીજાની વિરુદ્ધ વાતો કરે છે, ગાળા દે છે, મશ્કરી કરે છે, મમ હણાય એવા પ્રપંચ બોલે છે, તેઓ સાધુ માર્ગથી ભ્રષ્ટ થાય છે.
જે સાધુઓ બીજાનાં દૂષણે કહે છે, લોક પર જુઠ્ઠા આળ ચડાવે છે,
તેઓમાં વસ્તુતઃ
સમ્યક
હોય એમ કહી શકાય નહિ. જે સાધુઓ અને સાધ્વીઓ બીજાના ગુણે દેખીને અમેદભાવ ધારણ કરે નહિ અને ઉલટું બીજાના ગુણો દેખી–સાંભળીને નિંદા કરે અને ઈર્ષ્યાથી બળે તે ચારિત્ર્યમાર્ગથી પડે છે અને બીજાના આત્માઓને પણ તે પાડે છે. જે સાધુઓ ઉપાધિથી બીતા નથી, અને શ્રાવકોને કલેશની ઉદીરણામાં દેરવે છે.
તે સાધુએ નિરૂપાધિ સંયમ સુખથી
ભ્રષ્ટ થાય -શ્રીમદ બુદ્ધિસાગરસૂરિજી