________________
૭૨]
બુદ્ધિપ્રભા [તા૧૦-૪-૧૯૬૫ સમકિત પ્રગટયું ત્યારથી આભ મહાવીરની રડતી કલા થાય છે. શરીર આરોગ્ય, માનસિક આરોગ્ય બ્રહ્મચર્યના પાલનથી દઢ રહે છે અને તેથી આત્મ પ્રથમ દ્રવ્ય મહાવીર બને છે અને પછી ભાવ મહાવીર બને છે.
દ્રવ્ય તે કારણે છે અને ભાવ તે કાર્ય છે. દ્રવ્યથી ભાવની સિદ્ધિ થાય છે. દ્રવ્ય યોગો અસંખ્ય છે અને ભાવ યોગ પણ અસંખ્ય છે તે બધાં જ પૂર્ણ અને શુદ્ધ મહાવીર થવા માટેના સાધન છે.
ક્ષપશમી ભાવીય આત્મ મહાવીરને ક્ષાયિક મહાવીર થતાં કાચી બે ધડીની વાર લાગે છે. આત્મા એ જ મહાવીર છે. તેના ક્ષપશમ જ્ઞાન અને ક્ષપશામક ચારિત્રે પોતે પોતાનું દર્શન અને મિલન થયું છે, હવે તે ક્ષયિક ભાવે આત્મ મહાવીર પોતે પોતાને મેળે એ જ મિલન બાકી છે. પરોક્ષ મિલન પછી પ્રત્યક્ષ મિલન થાય છે.
આત્મ મહાવીર પોતે પોતાના તીર્થને પ્રકાશ કરે છે. જે પિંડગત મહાવીરને દેખે છે બ્રહ્માંગત મહાવીરને દેખે છે.
સિંહ લંછન આત્મ મહાવીરનું પરાક્રમ રૂ૫ છે. પશુબળ તે સિંહ છે. તેને જે વશમાં રાખે છે તે મહાવીર છે અથવા બળ-પરાક્રમશૌર્ય ૨૫ સિંહના પર જે સવારી કરીને આત્મભાવે વિશ્વમાં જીવે છે તે મહાવીર પ્રભુ રૂપે પ્રગટ થાય છે. અપેક્ષાએ આત્મબળને સિંહ સૂચક છે. સર્વ પ્રકારની અનંત શક્તિને સમૂહ પિંડ તે સિંહ છે. એવી શક્તિ મેળવવાથી આત્મા મહાવીર દેવ બને છે.
આત્મા તે જ પરમાત્મા છે. અને તે જ મહાવીર છે. સત્તાએ મહાવીર છે તેને વ્યક્ત મહાવીર કરવા માકે સદ્ગુરુને સર્વ સ્વાર્પણ કરવું જોઇએ. કીજ્ઞાન અને પૂર્ણાનંદ પ્રગટાવવા માટે સદ્દગુર મહાવીરમાં નામ રૂપને મેહ ત્યજીને અપાઈ જવું જોઈએ. જડમાં હું તું ને મેહ ગટે છે તેને ટાળી દેવા જોઈએ. શ્રી સશુરુ મહાવીરમાં પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી વર્તતાં અને તેમની પરીક્ષાની કસોટીમાં ટકતાં તેમની કૃપાને ભાગી શિષ્ય થાય છે. સર મહાવીરની પૂર્ણ કૃપામાં જ આત્મ મહાવીરને પ્રગટભાવ છે એવો નસર્ગિક કાલાબાધિત સત્ય નિયમ છે તે પ્રમાણે વર્તવાથી સર્વ પ્રકારના યોગોનું બળ પ્રગટે છે અને આત્મ મહાવીર ઉત્કૃષ્ટતઃ અંતર્મ કર્તમાં સર્વર પરમાત્મા મહાવીર બને છે.
એવી શમા તીર્થંકર મહાવીર દેવને ચિત્ર સુદી ત્રયોદશીની મધ્ય રાત્રીએ