________________
તા. ૧૨-૪-૧૯૬૫ ] જૈન ડાયજેસ્ટ અપેક્ષાએ આત્માના જ છે. અને આત્મા મહાવીરમાં તેઓના સર્વ -ભાવોને અધ્યાત્મ પરિભાષાએ ઘટાવું છું અને આત્માનંદના ઉભરાઓને પ્રગટાવી મસ્ત બનું છું.
પ્રભુ મહાવીર એવો નામ મંત્રોચ્ચાર કરતાંની સાથે તેમાં ઉપયોગ રહે છે અને ઔદયિક ભાવનું ભાન ભૂલાય છે માટે એવા મહાવીર નામના જપ યજ્ઞને વારંવાર, બીજા કાર્યો કરતાં જીભથી તથા ઉપયોગથી આરંભુ છું. તેથી મને ઘણે આનંદ થાય છે. અધ્યાત્રા દૃષ્ટિએ અધ્યાત્મ મહાવીરની સાથે ખેલું છું, રમું છું, -વાતો કરૂં છું અને તેમના જ્ઞાન કુરણુએ પ્રગટતા પયગામાને વિશ્વ જીવોની આગળ જાહેર કરું છું. તેમજ મારે આમ મહાવીર સ્વાધિકારે આદ્ય કર્તવ્યોને કરે છે. અને સ્વ સ્વરૂપમાં રમે છે એમ ક્ષયોપશમ ભાવીય આત્મ મહાવીરની દૃષ્ટિએ અનુભવું છું.
ચાવીસમા તીર્થંકર પરમાત્મા મહાવીર દેવના ભાવ નિક્ષેપના ઉપયોગની ધારાએ પરિણમતાં આત્માના ભાવે સત્ પર્યાય રૂપ મહાવીરત્વ અને પ્રભુ મહાવીર દેવનું મહાવીરત્વ એક સ્વરૂપે અનુભવાય છે. અને પ્રભુનું ધ્યાન તે આમ મહાવીરનું જ ધ્યાન છે એમ નિશ્ચય અનુભવ થાય છે. રાગદ્વેષાદિક મેહ પરિણતિનું ઉયત્વ જેમ જેમ ઉપશમ ભાવે તથા ક્ષયોપશમ ભાવે જ્ઞાનાદિકની અપેક્ષાએ હાલ અંતરમાં પ્રગટેલા અનુભવાય છે તેથી હું પોતે પિતાને મહાવીર રૂપે અનુભવી પિતે પિતાને નમું છું, પૂજું છું તથા સર્વ ભાવ મહાવીરને તે ભાવે નમું છું, પૂજુ છું, સ્તવું છું.
આત્મા કયારે કયારે દયિક ભાવના મહાવીર રૂપે પણ પરિણમતા દેખાય છે પણ આત્મ મહાવીરની દૃષ્ટિના ઉપયોગે તેમને દેખતાં પાછા તે ભાવથી વિલય પામે છે.
સત્તાએ સર્વ જીવો આત્મ મહાવીર રૂપ છે તે સત્તાની અપેક્ષાએ આત્મ મહાવીરમાં સમાય છે તેથી અપેક્ષાએ, સત્તાએ આત્મ સત્તા રૂપ મહાવીર એક છે અને તે અપેક્ષાએ વિશ્વરૂપ સમષ્ટિએ છે.
આત્મરૂપ મહાવીરમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ