________________
તા. ૧૦-૪-૧૯૬૫ ' જેન ડાયજેસ્ટ
[ ૬૧ આત્મા રૂપ મહાવીરનું સર્વવિરતિ રૂપે પરિણમવું તે ચારિત્ર સંયમ ત્યાગ અવસ્થા છે. આત્મા રૂપ મહાવીરનું બાહ્યથી ઔદયિક કર્મ સહિત વર્તવું અને અંતરમાં અપ્રમત્ત આત્મજ્ઞાન દયાને પરિણમવું તે અપ્રમત્ત અવામ મહાવીર સાતમાં ગુણરથાનકે જાણવું.
મતિ જ્ઞાની અને પ્રતાની ચારિત્રી આત્મા જ્યાં સુધી સાધક અવસ્થામાં છે અને જ્યાં સુધી તેને કેવળજ્ઞાન પ્રગટયું નથી ત્યાં સુધી તે છદ્મસ્થ મહાવીર દેવ જાવા.
ઉપશમ ચારિત્રાદિભાવે જેમ જેમ આત્મારૂપ મહાવીર પરિણમત જાય છે તેમ તેમ અસંખ્ય પ્રદેશ પર લાગેલાં આવરણે ટળતાં જાય છે. તે તે દશાએ આત્મારૂપ મહાવીર દેવ નગ્ન જાણવા પણ એવી નગ્નાવસ્થાને બાહ્ય દષ્ટિવાળા જીવ જોઈ શકે નહિ.
શુકલ ધ્યાન મહાવીર છે તે અંતરના શુદ્ધ પરિણામની ઉત્તરોત્તર વધતી જતી દશારૂપ આઠમાં ગુણસ્થાનકથી ક્ષણ મેહ બારમાં ગુણસ્થાનકને ઉલંઘીને તેરમાં ગુણસ્થાનકમાં ભાવિકભાવે આદિ અનંતમાં ભાંગે શુદ્ધાત્મ કેવળજ્ઞાની મહાવીર બનીને અઘાતી કર્મરૂપ પ્રારબ્ધને ભોગવે છે અને અંતરમાં અનંત આનંદ જ્ઞાનરૂપી લમીને ભોwiા બને છે. ક્ષાયિક ભાવીય કેવળજ્ઞાની પરમાત્માને અઘાતી કર્મ હોય છે ત્યાં સુધી દ્રવ્ય મને વર્ગણ રૂપ દ્રવ્ય મન વચન અને કાયયાગ વર્તે છે. - મન વચન અને કાર્ય યોગથી રહિત શુદ્ધાત્મા, તે એવંભૂત નયની અપેક્ષાએ શુદ્ધ પરમાત્મા મહાવીર દેવ જાણવા. ' ઉપશમ શ્રેણિએ આરેહનાર ઉપશમભાવીય મહાવીર છે અને આઠમાં. ગુણસ્થાનકથી ક્ષપક શ્રેણિએ ચઢનાર ક્ષેપક શ્રેણિસ્થ મહાવીર છે.
મોહનીય કર્મનો ઉપશમ થાય એવી સદવિચારની શ્રેણિ તે ઉપશમ શ્રેણિ છે અને જે શુકલ ધ્યાનથી જે જે કર્મનો ક્ષય કરે અને ફરી તે કદી ન બંધાય એવી શ્રેણિ તે ક્ષેપક શ્રેણિ છે. આત્માના ઉજજવલ પરિણામ રૂપે ઉપશમ અને ક્ષપક શ્રેણિ છે.
આત્માનું આત્માના શુદ્ધ સ્વભાવે જીવવું અને એવા પરિણામિક ભાવે જીવનારા તે પારામિક મહાવીર જાણવા. નિગમ જ્યની અપેક્ષાએ પરાક્રમ ફોરવવાનો અભ્યાસ કરનાર એવો આત્મા તે મહાવીર છે. મહાવીરપણું પ્રાપ્ત કરવાનો કંઇક અભિલાષ અને તે માટે કંઇક ઔપચારિક પ્રવૃત્તિને લે