________________
બુદ્ધિપ્રભા (તા. ૧૦-–૧૯૬૫ પ્રારંભ તે નિગમ નયની અપેક્ષાએ આત્મા, બહિરાત્મભાવી મહાવીર જાણુ. નિગમ નયની દષ્ટિવાળો દયિક ભાવની વીરતામાં મહાવીરવ માને છે.
સાએ આત્મામાં મહાવીર પડ્યું છે. અનંત શકિતના સાગર એવા આત્મામાં સત્તાએ જે પરમાત્માપણું છે તે મહાવીરપણું છે.
આત્મા અનંત શક્તિને સાગર છે. સત્તાએ તેમાં પરમાત્માપણું રહેલું છે. સત્તાએ આત્મામાં જે મહાવીરપણું છે તે કોઈ કાળે વ્યક્ત મહાવીરત્વને પામે છે.
આત્મા સત પર્યાયે મહાવીર છે અને તેથી તે સામર્થ્ય પર્યાયે મહાવીર બને છે. સંગ્રહ નયની સત્તાએ આતમ દ્રવ્ય મહાવીર છે અને અપેક્ષાએ તે આમાને મહાવીર માને છે પણ આત્માના પર્યાયને મહાવીર તરીકે સ્વીકારતા નથી. સંગ્રહ નવની સત્તાએ સર્વ આતમ દ્રવ્ય મટાવી અને વિશેષ સંગ્રહ નયન અપેક્ષાએ આમાની સત્તા તે મહાવીર છે એમ માનીને સર્વ જીવો મહાવીર છે એમ સંગ્રહ નય માને છે.
વ્યવહાર નય દુનિયાનાં નીર બહાદુર યાહાઓને મહાવીર માને છે. અર્જુન, કર્ણ, હનુમાન, રામ, ભીમ દુર્યોધન, ભીમ, દ્રોણ, નેપોલિયને, ખારવેલ, મહા મેઘવાહન, ચટક, શ્રેણિક, સિકંદર વગેરેને મહાવીર તરીકે ઓળખાવે છે.
શુભ કર્મ કરનારા શુભ વીરો છે અને અશુભ કર્મ કરનાર અાભ વિશે છે. પુખ્યદય ભોગવનારા તે શુભ કર્મ વીરો છે. લૌકિક દુનિયાના વ્યવહારમાં રાજ્યાદિક રક્ષણ માટે, રવા કે પરમાર્થ માટે પ્રાણુ અર્પણ કરનારા દ્ધાઓ મહાવીરે છે.
વ્યવહાર ન મનાતા સર્વ વીરે તે ઔદાયિક ભાવીય મહાવીરો જાણવા. પુણ્ય કરવાથી તીર્થંકર પદ, મનુષ્ય ગતિ તેમજ માનવ શરીર બને છે અને તેથી આત્માનું મહાવીરત્વ પ્રાપ્ત થાય છે. માટે વ્યવહાર નયથી મહાવીરપણું તે અપેક્ષાએ ઔદયિક સાધન છે. તેની પ્રાપ્તિથી શુદ્ધાત્મ મહાવીર પદ પ્રાપ્ત થાય છે, રાગ દ્વેષ પરિણામે મહાવીર પણું તે અશુદ્ધ મહાવીરપણું છે અને જે કાલે રાગદ્વેષના પરિણામ ન પ્રગટે તે કાલે શુદ્ધ મહાવીરપણું છે.
આજુ સૂત્ર નયની અપેક્ષાએ વર્તમાન કાળમાં મહાવીરને ઉપયોગ, મહાવીરનો પરિણામ તે મહાવીર છે.
શબ્દ નયની અપેક્ષાએ શરીરાદિથી આત્મા ભિન્ન છે એમ નિર્ણય થાય છે. આ નયની દષ્ટિથી જડમાં મહાવીરપણું દેખાતું નથી પણ આત્માનું આત્મામાં જ મહાવીરત્વ જણાય છે. જડ અને ચેતન એ બે દ્રવ્યમાં આત્મા જ મહાવીર છે એમ નિશ્ચય થાય છે તેથી તે નયની અપેક્ષાએ ઉપશમ, ક્ષયપશમ