________________
તા. ૧-૪-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ
પુણ્ય તપતું હોય તો શાસન દેવ પણ હાજરાહજૂર છે. શ્રી કૃષ્ણ અદૃમ કરીને દેવની સાધના કરી અને દેવ પ્રત્યક્ષ થયો.
શ્રી ભરત ચક્રવર્તીએ અમે કરી દેવ પ્રત્યક્ષ કર્યા હતાં. - રાવણે વિદ્યાની સાધના કરી અને તેને તે સિદ્ધ પણ થઈ હતી.
પૂર્વભવના રાગથી વાસ્વામીને તેના મિત્ર દેવે વિદ્યાઓ આપી હતી.
શ્રી હેમચંદ્રાચાર્યે ગિરનારમાં દેવીની આરાધના કરી હતી. અને દેવીએ તેમને વરદાન આપ્યું હતું.
શ્રી વિમળશાહ દંડનાયકે કુંભારીયામાં અંબિકા દેવીની આરાધના કરી હતી અને તેણે રાજય કરવામાં તથા દેરાસર બંધાવવામાં મદદ કરી હતી.
શ્રી પ્રિયંગુસૂરિએ બોક્કામાં અંબિકા દેવીને ઉતારીને બોલાવી પશુ યજ્ઞ બંધ કરાવ્યો હતો.
શ્રી પાર્શ્વનાથ પ્રભુને કમઠ ઉપસર્ગ કર્યો ત્યારે ધરણેન્દ્ર અને પદ્માવતીએ સહાય કરી હતી.
શ્રી હીરવિજયસૂરિ તેમજ શ્રી જિનદત્તસૂરિને શાસનદેવની સહાય હતી.
શ્રી હરિકેશીને યક્ષે પ્રગટ થઈને સહાય કરી હતી. ઉ. શ્રી યશોવિજયજીને સરસ્વતીએ પ્રત્યક્ષ થઈ વરદાન આપ્યું હતું.
શ્રી બપ્પભટ્ટસૂરિને પણ સરસ્વતીએ પ્રત્યક્ષ થઈને વરદાન આપ્યું હતું.
અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસને પુણ્ય ઉદય થવા આવ્યો ત્યારે દેવની સહાય મળી.
એમ અનેક દાખલાઓથી સિદ્ધ થાય છે કે જ્યારે શુભ કર્મને ઉદય થવાને હોય છે ત્યારે દેવ, ગુરુ, ભક્તિ સેવામાં ચિત્ત જોડાય છે અને તેથી શાસનદેવેની સહાય પણ મળે છે.
–શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી