________________
બુદ્ધિપ્રભા { તા. ૧૦-૪-૧૯૬w. પુણ્ય પરવાયું હોય તો
શાસન દેવ પણ લાચાર છે. | સર્વ જીવોને પિોત પોતાના કર્મ પ્રમાણે શુભાશુભ સુખ દુઃખ થાય છે. આ ગુણા સુખ દુઃખ રૂમ ફળમાં કર્યો છે તે ઉપાદાન કારણ છે અને શાસન દેવ, મનુષ્ય ગેરે નિમિત્તે કારણે છે. જેવું ઉપાડાન ક્યા શુ કર્યું હોય છે તેના ઉદય પ્રમાણે નિત્તિ કારણોના પણ સંગે મળે છે.
જે મનુષ્યો દેવ, ગુરુ, ધર્મની પરાધના કરે છે. તપ, સંયમ, દયા, દાન, વ્રત, નિયમ, ધારણા ધ્યાન, સમાધિ વગેરે કરે છે, સગુણ અને સદાચારને સેવે છે. શ્રાવક ધર્મ અથવા તે સાધુ ધમની દઢ શ્રદ્ધાથી આરાધના કરે છે, વીતરાગ દેવ કે જે કેવળ જ્ઞાની, સુરાસુરેન્દ્ર પૂજ્ય, અષ્ટાદશ દશ રહિત છે તેને દેવ માને છે, અને ધર્મમાં સ્થિર રહે છે તેઓને ધર્મ કરતાં સંકટ આવતાં; તેઓના ગુણથી ખેંચાઈને શાસન દેવે પોતાની ફરજ સમજી તેમને મદદ કરે છે.
એવા ધમી મનુષ્યો, અનિકાચિત કર્મોદયને હઠાવે છે અને તેમાં પણ દે સહાય કરી નિમિત્ત કારણ બને છે.
પણ જ્યાંનિક ચિત કર્મોદય હોય છે ત્યાં દેવોની સહાય મળતી નથી.
જેમ તપ સંયમ કરવા છતાં પણ શ્રી મહાવીર પ્રભુને અનેક ઉપસર્ગો વેઠબા પડયાં હતાં તેમ.
–શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી.