________________
બુદ્ધિપ્રભા
(તા. ૧-૪-૧૯૬૫
ય
અને
- પુરુષાથના દલાલ શ્રી ઘંટાકર્ણ મહાવીર
શ્રી ઘંટાકર્ણ વીર છે તે અવિરતિ સમ્યગદષ્ટિ દેવ છે.
તે ચોથા ગુણઠાણાના જૈન ગૃહસ્થ જેવા છે, તેથી આપણે તેમને શ્રાવકે, પિતાના શ્રાવક બંધુની જેવા પ્રિય ગણી તેમના ગુણોની સ્તુતિ કરે, તેમની સ્મૃતિ આગળ ધૂપ, દીપ નિવેદ્ય, ધરે તેથી કંઈ સમકિતમાં દૂષણ લાગતુ નથી.
જે તેમને તીર્થકર દેવ તરીકે માનીએ તો જ મિથ્યાત્વ લાગે,
જેને. રાજ વગેરેને પોતાના સ્વાર્થ માટે પ્રાર્થના કરે છે તેમને વિનય કરે છે તેથી જેમ તેઓને મિથ્યાત્વ લાગતું નથી—
તેમ ઘટાકર્ણ વીર વગેરે જૈન શાસન યક્ષ દેવાની ધમકમમાં સહાયતા માગવાથી લકત્તર મિથ્યાત્વ લાગતુ નથી.
વંદિતાસમાં સમ્યગ્રષ્ટિ દેવ સમાધિ અને બેધિ આપે છે માટે કહ્યું છે કે સમદીઠી દેવા દિg સમાહિં ચ બેહિંચ. હે! સમ્યગદષ્ટિ દેવ! તમે સમાધિ અને બેષિને આપો.'
સમ્યગદષ્ટિ દેવે મનુષ્યોને સદ્ગુરુની અને જૈન ધર્મની જોગવાઈ કરી આપવાના સગામાં મૂકે છે.
જૈન મનુષ્ય જેમ બીજાને ઉપદેશ આપી જૈનધર્મી બનાવે છે તેમ સમ્યગદષ્ટિ જૈન દેવો પણ મનુષ્યને પ્રત્યક્ષ થઈ અગર સ્વપ્નમાં ઉપદેશ આપે છે તથા ધમાં મનુષ્યના સમાગમમાં લાવીને ધર્મી બનાવી દે છે.
–શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી