SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ January 1965 BUDDHI PRABHA (Jain Digest ) Regd. No. G. 472 સાચો સા ધુ છે છે મુને! મુનિને વેષ અને પતિલેખનાદિ ક્રિયા કરવાથી તું કુતકૃત્ય થશે એમ પિતાને માની ન લે. સાધુનો વેષ દેખીને તને હજારે લેક પગે લાગે એટલા માત્રથી તું ગુલાઈશ નહિ, દરરોજ સારું ખાવાનું મળે અને ભકતે તારી હાજી હા કરે તેથી તું પૂમત ન બન. સાધુનો વેષ અને આચારની સાથે જે સાધુપણાના ગુણે ન હોય તે હેળીના રાજાના પેઠે તું ગણુઈશ. હે મુને! તને લેકે માને છે અને પૂજે છે તેથી તારું કલ્યાણ થઈ ગયું એમ માન નહિ. મેરૂપર્વતનાં જેટલાં રજોહરણ અને સુખવસ્ત્રિકાઓ થઇ તે પણ રાગ દ્વેષાદિને નાશ કર્યા વિના ભવનો અંત આવતો નથી. તું બીજાનું રંજન કરી શકે છે અને બીજા લેકે તારી પ્રશંસા કરે છે તેથી કંઈ સાધુપણું પ્રાપ્ત થઈ શકતું નથી. વેષ અને આચારની સાથે જે ક્ષાપાદિ દશર્વિધ સાધુ ધર્મ પ્રગટે ત્યારે જ તું આત્મકલ્યાણના માર્ગે સંચરી શકીશ. હે મુને! કેધ, માન, માયા, લોભ, નિંદા અને કામાદિ દેને જીત્યા વિના તને મુનિ પણું પ્રાપ્ત થનાર નથી અને તેને ખરી શાંતિ મળી શકનાર નથી. ને! વ્યાકરણ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, સાહિત્ય શાસ્ત્ર, ભાષાશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરીને અભિમાની બનવાથી તારામાં મુનિ પણું પ્રગટવાનું નથી એમ પાદ રાખજે. હે મુને! જયાં સુધી તારૂં મન અનેક વાસનાઓથી ભરપૂર છે ત્યાં સુધી તું વેષથી સાધુ છે, પરંતુ ગુણેથી નથી એમ વિચાર કર. હે મુને! જ્યાં સુધી તું મન, વચન અને કાયાના રોગને વશ કરવા સમર્થ થયો નથી ત્યાં સુધી તું પ્રમાદરૂપી શત્રુના વશમાં છે એમ માન. હે મુને ! તું આત્માના ગુણેને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કર. લેકોને ઘટાપ દેખાડવા પ્રયત્ન ન કર. જૂઠે આડંબર ત્યજીને મુનિપણાના સગુણ મેળવવા પ્રયત્ન કર કે જેથી તું સત્ય શાંતિને પ્રાપ્ત કરી શકે. -શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી Cover printed at Kishore Printer y . Crescent Chambers Tamarind Lane, fort. Bombay ).
SR No.522162
Book TitleBuddhiprabha 1965 01 SrNo 62
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy