________________
તા. ૧૦-૧-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ
[૪૨ બસ ત્યારથી એની આંખ હસતી નથી, એના હોઠ ગાતા નથી, પગનું નૃત્ય થંભી ગયું છે. અને હાથ ઠંડા પડી ગયા છે.
ઘેરી એકલતા હૈયામાં છવાઈ ગઈ છે. અને આસુ દદળતી આંખે પથ પર બેઠી એ સાદ પાડી રહી .
પ્રિયે! આમ શીદને સતાવે છે? બસ એકવાર, એક જ વાર આવી તારા દર્શન દઈ જા. મનભર તારા એ રૂપને પી લેવા દે. અને બળતી ઝળતી મારી આશાઓને તારી ગોદમાં વિરામ લેવા દે.
બસ, આટલું મારું માન મારા દેવ !
હું તારા એ દર્શન અને મિલન માટે, તું કહીશ તે મારી લાખ લાખ જિંદગી તારા ચરણે ધરી દઈશ. શું મુંજ રંકની આટલી વિનંતી પણ નહિ સ્વીકારે વ્હાલા!
ના, જીવિતેશ! મારા, ના, હવે વધુ ના સતાવ, ના સતાવ.
આ નારી તે ચેતના છેઃ નર છે તે આતમરામ.
આત્માના પ્રેમમાં પડેલી ને વિરહથી વ્યાકુળ બનેલી ચેતના ગાય છે --
પિયુ પિયુ પ્યારા હંસા રે, રહું હું શ્વાસોશ્વાસ, ચેન પડે ના તુજ વિના રે, વિરહ સહ્યો ન જાય;
આખે શ્રાવણ ભાદરવો રે,
ક્ષણ ક્ષણ વર્ષો સમ જાય. પિયુ પિયુ પ્યારા હંસા રે, રહું હું શ્વાસોશ્વાસ. ઝાંખી જણાવી તારી રે, આનંદ આપી અપાર, અનહદ ધૂનના તાનમાં રે, પ્રગટાવ્યો ઘટ યાર.
પિયુ પિયુ પ્યારા હંસા રે,
હું હું શ્વાસે શ્વા સ.