________________
૨]
બુધિપ્રભા [ તા. ૧૦-૧-૧૯૬પ મારે એ ન જોવું જોઈએ. છતાંય હું એ જોવાનું પ્રલેભન રોકી શકયે નહિ.
ઝાડને ઓથે છુપાઈને હું બે નગ્ન દેહકળીઓનું સૌન્દર્ય નાન જઈ રહ્યો હતે.
એકને જોઉં ત્યાં હું બીજીને ભૂલતો હતો. ખરેખર, અપ્રતિમ સૌન્દર્યનું હું પાન કરી રહ્યો હતો.
તેમાં એક પ્રીત હતી. બીજી વાસના.
મારા અવાજથી કે ગમે તેમ, વાસના હાંફળી હાંફળી બહાર આવી ને ઉતાવળથી કપડાં પહેરી દૂર જતી રહી.
થોડીવારે પ્રીત પણ બહાર આવી. એ પણ કપડા પહેરીને વાસનાની પાછળ ગઈ.
પણ આ ઉતાવળમાં એક ગજબ ગોટાળો થઈ ગયો !
રઘવાટમાં વાસના એ પ્રીતનું પિત પહેર્યું હતું અને પ્રીતે વાસનાનું !!!
બસ, ત્યારથી આ જગત પ્રીત અને વાસનાને ઓળખવામાં થાપ ખાય છે.
પ્રેમ એ તો પરમેશ્વનું એક પ્રતિબિંબ છે.
પ્રેમની આંખે મેં જોયું તો હર નજરમાં મને પરમેશ્વરનાં જ દર્શન થયાં.
–૮૦આત્મા આત્માને જોઈ આનંદ અનુભવે તે આનંદનું નામ પ્રેમ ! બસ, મારે એ પ્રેમ વિના બીજું કંઇ ન જોઈએ.
-- ---
-- ગુણવંત શાહ
ભાવાનુવાદક,