SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિમભા તા. ૧૦-૯-૧૯૬૪ આરાધ્યમયી, ધરતીને એક જંગલ અને જડ પહાડ માનીને બિહાર સરકારે તા. ૧ લી એપ્રિલ ૧૯૬૪ ના કાયદાની રૂએ, આપણું પાસેથી આચકી લીધી છે. સરકારે ભલે જાણતાં કે અજાણતાં એ ફરમાન કાઢયું હોય પરંતુ સરકાર એ જાણે છે કે એ ફરમાન નથી, અમારા આદર્શો અને ભાવનાઓનું એ ખૂન છે. અમારા પ્રાણપ્યારા ધર્મ પર કરેલો એ અત્યાચાર છે. સરકાર પક્ષે કાયદો ગમે તેટલો ન્યાયી હોય પરંતુ ધર્મ એ કાયદાથી ઘણે જ મહાન છે. ' અરે ! વ્યક્તિ ભલે ગમે તેટલી મોટી હોય તે પણ એ ધર્મની પાસે તે ઘણી જ નાની છે. ધર્મના ગૌરવને નીચું કરીને કેઈ કાયદે કે કોઈ વ્યક્તિ ઊંચી ન જ બની શકે. તેમ કરીને તે તે પિતાને જ ગૌરવને નાશ નોતરે. ગમે તેમ આજે તે ફરમાન બહાર પડી ચૂકયું છે. સરકારે પિતાની સત્તાની તાકાત બતાવી દીધી છે. આજ ધર્મ અને સત્તા સામસામે આવીને ઊભા રહી ગયા છે. સત્તાને પિતાની ભૂલ સમજાવવાનું કામ આજે ધર્મ પર આવી પડયું છે. જૈન ધર્મના અનુયાયીઓ જાગો ! આળસ છેડીને ઊભા થાવ! આજ તમારો ધર્મ ભયમાં છે! અહિંસા પર આજ જોખમ ઝઝૂમી રહ્યું છે ! સૌ એક થાવ અને બુલંદ અવાજે કહો કે એ ધરતીને એક એક કણ અમારો છે અને એ માટે જરૂર પડે તે અમે અમારે પ્રાણ પણ અર્પણ કરી દઈશું. પ્રભોને પ્રાર્થના કરીએ કે એવા અંતિમ દિવસે ન જ અપે. પણ એ આવે તે પહેલાં આપણે આટલું તે જરૂર કરીએ.
SR No.522158
Book TitleBuddhiprabha 1964 09 SrNo 58
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy