________________
તા. ૧૦-૯-૧૯૬૪]
બુદ્ધિપ્રભા
સુસંસ્કારની સરિતા....શિબિર
શ્રી કુમારપાળ વી. શાહ
વિજાપુરવાળા શ્રી જૈન ધાર્મિક શિષ્ણ ગ્રીમ શિબિર અચળગઢ માઉન્ટ આબુ]
તારીખ ૧ લી મે ૧૯૬૪ થી ૩૧મી મે ૧૯૬૪ સુધી જૈનધર્મ, જૈનશાસન અને જૈન સંઘનું ભાવિ આજની ઉગતી પેઢીના. હાથમાં છે. તે ભવિષ્યમાં સંઘના કર્ણધાર કે સુકાનીએ બનશે. કેમ કે આજને બાળક આવતી કાલના નેતા છે. તે ભગવાન મહાવીરને ધર્મ રથને વહન કરનારા ચકો છે. સંઘના ઘડવૈયા. સુકાની, કે અંભ સમાન છે. પણ જે તે અયોગ્ય, બીન કેળવાયેલ, કુસંસ્કારી, સ્વધર્મ ગૌરવ, અભિમાન કે સ્વમાન વિહીન હશે તે આવતી કાલે સમાજની સ્થિતિ શી હશે ? આજની કેળવણું દેવ, ગુરૂ અને ધર્મ માટે બહુમાન નહિ પણ અપમાન જ શીખવે છે. આધ્યાત્મિક્તા નહિ પણ ભોતિકવાદ તરફ દેટ મૂકતા બનાવે છે. સુસંસ્કાર નહિ પણ કુસંસ્કારો રે છે. પડવાનું નહિ પણ તોડવાનું શીખવે છે. આજની કેળવણી મુક્તિ આપવાનું નહિ પણ બંધનામાં ફસાવાનું શિખવે છે. આજે તરફ હિંસા. અસત્ય ચારી, વ્યભીચાર, તૃષ્ણા, ક્રરતા અને અશાંતિને દાવાનળ સળગી રહ્યો છે. આવા સમયે માનવીને આજના બાળકોને આજની ઉગતિ પેઢીને “મા વદ ચા વિમુક ” મુકિત અપાવે તે જ સાચું શિક્ષણ અને એવાજ શિક્ષણની પરમ આવશ્યકતા છે. સાચેજ આજના બાળકને સાચી શાંતિ, સુસંસ્કાર અને સત્ ધર્મની ઓળખ કરાવી શકે તેમ હોય તે તે શિબિર જ માત્ર એક માર્ગ છે. શિબિર જ ધર્મ, શાસન કે સંઘના ઘડવૈયા, સુકાની સ્થંભો, ધુરંધર પંડિતે કે સુસંસ્કારીઓનું પ્રોડકશન [Production] કરનારા મહાન ફેકટરી કે કારખાનું છે.
સાચે જ હું શિબિરમાં જઈ શકો તે મારા મહા પુણ્ય કે મહાભાગ્યને ઉદય માનું છું. શિબિરની અસર મારા પર એટલી અદભૂત પડી છે કે તેને હું લખી...ને વર્ણવી શકું તેમ નથી પણ ટુંકમાં કહ્યું કે “હું પહેલાં હતો. તે આજે નથી રહ્યો, આજે જેવો છું એવો એ પહેલાં નહતા.” શિબિર મારા જીવનમાં મહાન અને અજોડ જાગૃતિ આણી છે. મારા જીવનમાં અભૂત કાન્તિ થઈ છે. સાચે જ શિબિર માણસને માનવ અને મહામાનવ બનવાનું