________________
શ્રી જૈન આશ્રમ (મહાવીર નગર) વટવા
વાયા-મણીનગર
નમ્ર નિવેદન શ્રીમાન ધર્મ પ્રેમી સજજને,
આપને જણાવતાં હર્ષ થાય છે કે “ શ્રી જૈન આશ્રમ વટવા” નામની સંસ્થા લગભગ ૩૧ વર્ષથી વટવામાં : મનુષ્ય સેવા” નું મુખ્ય ધ્યેયથી ચલાવવામાં આવે છે. સંસ્થામાં અનાથ. અપંગ અને વૃદ્ધોને કોઈ પણ નાત, જાત અને સંપ્રદાયના ભેદ રાખ્યા સિવાય દરેક જૈન કામના માણસને નિયમ પ્રમાણે રાખવામાં આવે છે અને તેમની દરેક પ્રકારે ખાવા, પીવા, રહેવા, કપડા લત્તા, દવા તેમજ યોગ્ય શિક્ષણ મારફત સારવાર કરવામાં આવે છે. વૃદ્ધો ને અપંગોને મરણ પર્યત આસરો આપવામાં આવે છે.
આજ સુધી સેકડો માણસોએ આ સંસ્થાથી લાભ લીધો છે. જે સંસ્થાના રીપેટ ઉપરથી માલુમ પડી શકે છે, ગવર્નમેંટના નિયમ મુજબ સંસ્થા રજિસ્ટર પણ થઇ ચુકી છે.
આ સંસ્થા સંવત ૧૯૮૪ માં પૂજ્ય શ્રી આચાર્ય માણેક મુનિના સતત પ્રયાસથી શરૂ કરવામાં આવેલી હતી તે સંસ્થાના પ્રાણ હતા પરંતુ સંવત ૧૯૩ માં તેઓશ્રી કાલધર્મ પામ્યા પછીથી અમે લે કે સંસ્થાને યથાશક્તિ મહેનત કરી ચલાવતા આવ્યા છીએ. છેલ્લા ૩-૪ વર્ષોથી તે મોંઘવારીને ખુબ સપાટો આવ્યો છે. તેમજ જોઈતી મદદ મળી શકતી નથી. ખરચે વધતી જ જાય છે.
અમારી સર્વ સજજનોને નમ્ર વિનંતી છે કે આપ આ સંસ્થાને સમા જને અગત્યનો અંગ લેખી ઉદાર ભાવે મદદ કરશે તે અમે વિશેષ ઉત્સાહ અને ખંતથી “મનુષ્ય સેવા સંસ્થા દ્વારા કરી શકીશું.
રૂા. ૧૨) ૫) ૨) વાર્ષિક સભાસદ લવાજમ છે.
મોટી રકમના સગૃહસ્થની ઈચ્છા મુજબ કમિટી તેમની કાયમ યાદગીરી રહે તેવી ચોગ્ય વ્યવસ્થા કરશે.
ચતુર્વિધ સંઘ કે જેમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જેઓ શ્રી પૂજ્ય સાધુ મહારાજ કે સાધ્વીજી મહારાજ જે વિહારચારી કરી શકતા ન હોય તેમજ શારિરીક સંયોગો વસાત અટકી ગયેલ હોય તેને પણ આ આશ્રમમાં રાખી પૂરતી સેવા કરવામાં આવે છે.
મદદ મોકલવાનું ઠેકાણું (૧) મંત્રો પં. છોટાલાલ પરવાર, દિપાશ્રમ, દ. સા. મણીનગર, અમદાવાદ૮. (૨) ગૃહમંત્રી:-બાબુભાઈ મગનલાલ, ભાવનગરી ફોટોગ્રાફર,
કૃપાકાંક્ષી: બાલા હનુમાન સામે, અમદાવાદપ્રમુખનત્તમદાસ કેશવલાલ ઝવેરી ગૃહમંત્રી બાબુલાલ મગનલાલ ઉપપ્રમુખ –જેસીંગભાઈ ઉગરચંદ, પં. છોટાલાલ પરિવાર,