________________
બુદ્ધિપ્રભા તા. ૧૦-૯-૧૬૪ પ્રેમે એક અપ્રતિમ સૌન્દર્ય જોયું. ઘડી તેને, તેની ગોદમાં સૂવાનું મન થયું.
એ ગયો. સિન્દર્યની ગેદમાં એ થોડુંક મૂક્યો. પણ એ સૂવે ન સૂવે તે પહેલાં જ પાછો વળી ગયા.
કારણ? સૌન્દર્યની ગોદમાં વાસના સૂતી હતી !
(૬૧) જિંદગી અને જવાનીને બેચેન તેમજ બાવરી વાસના બનાવે છે, પ્રેમ નહિ.
વાસના એ તે પ્રેમની અગન ગોળી છે.
પ્રેમ અને સમતાના લગ્ન થયાં અને આત્માએ લગ્નની વેદીમાં કલેશ અને કંકાશની આહુતિ ઘરી દીધી !
આ બે-પ્રેમ અને સમતા જે હૃદયમંદિર છે ત્યાંથી ક્લેશ અને કંકાશ દૂર ભાગે છે.
પ્રેમનું આ વચન છે.
મારો સાથે કરી લે. વેરનું ઝેર પણ તારા દિલે અમૃત બની જશે.
(૪ર)
–ગુણવંત શાહ
ભાવાનુવાદક.