________________
તા. ૧૦-૨-૧૯૬૪
બુદ્ધિપ્રભા
ચિંતન
[૩
ચાલો દસ્તે ! છેલ્લી સલામ !!
ભિખાર
હા, તમારામાંથી કેકને સવાલ થશે કે શું આવી હાલતમાં એને મળીશ ?”
હા, આવી ભંગાર જિંદગી લઈ એને મળતાં શરમ તે મને પણ આવે છે. પણ શું કરું? હવે તે જરા જેટલોય રહ્યો કે હવે સહેજ અમથા પણ ફેરફાર કરી શકું.
સમય નથી
કારણ એને તાકીદને સંદેશા છે કે અબઘડી ચાલ્યા આવ. અચ્છા ઢાસ્તજ ! આવો, છેલ્લી સલામ !!! છેલી સલામ !!! હું જાઉં છું. ભાથું પણુ આંધવાના સમય નથી રહ્યો. આથી જેવા છું તેવા ચાહ્યા જઉં છુ
લથડેલ અને અગડેલ જિંદગી લઈને જઉ છુ. ભગ્ન અને ખડિત હૈયું લઇને જઉં છુ. અટવાતા પગે અને ખાલી હાથે જઉ છું.... સઢ પડી ગયા છે. તૂતકમાં ફાટ પડી છે. સુકાન પણ સલામત નથી. છતાંય જઉં છું. કારણ—
એને મને આદેશ મળ્યા છે અને હું જઉં છુ,
જો કે મારી આ થાકેલી ને ભાંગેલી જિંદગી એના ચરણના સ્પર્શે તે નહિ જ પામી શકે, પણ મને એના પર પૂરેપૂરી શ્રદ્ધા છે. કારણ—
મારા વહાલે છે ને એ તે.
હું એના ચરણ નહિં ચૂમી શકુ તે એ સામેથી દોડી આવીને મને એના આંગણુ આગળથી વધાવી લેશે.
અને આ એક અતૂટ શ્રદ્ધાએ જ તે હું તેના આદેશને માન આપીને જઉં છું.
અચ્છા દાસ્તા આવજો.
છેલ્લી સ....લા.........!!!
—ગુણવંત શાહ