________________
સંપાદકીય
આજથી સે વરસ પહેલાં આજનું આઝાદ ભારત ત્યારે અંગ્રેજોનું ગુલામ હિંદુસ્તાન હતું. અજિના માનવીની જેમ ત્યારનો માનવી છાશવારે વિદેશ પ્રવાસ કરી શકતા ન હતા. ત્યારને સમાજ પણ ઘણે જ રૂઢ અને જી હતિ. એવા સમયમાં અમેરિકા, ઈંગ્લેન્ડ તેમજ યુરોપના જર્મની, ફ્રાન્સ વગેરે જેવા દેશમાં અનેક અવરોધનો સામનો કરી, જૈનધર્મને વિજય કે ગડગડાવનાર એ નરબંકા, નવયુવાન, પ્રખર વિદ્વાન અને ભાવાવ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ એક યુગકાર્ય કર્યું હતું. જડતા અને હિંસામાં અટવાયેલી દુનિયાને અહિંસા અને આત્માને અમર સંદેશ સંભળાવ્યા હતા.
શ્રી ગાંધીની આ માસની પચીસમી તારીખે જન્મ શતાકિદ છે ત્યારે એ દિવસ આપણને સવાલ કરે છે.
જૈનધર્મના પ્રચાર અને વિકાસ માટે વીસમી સદીમાં તમે શું કર્યું? એ યુગ પ્રવર્તક તે ગયે તમે તેની યાદમાં શું કર્યું?
એણે તો બુલંદ અવાજે જગતને મહાવીરને સંદેશ સંભળાવ્યો તમે એ અવાજને કેટલે મોટે કર્યો?
જૈન સમાજ પાસે છે આનો કોઈ જવાબ ?
ખરેખર, શ્રી ગાંધીએ પાડેલા આ પ્રચાર ચીલાને ભૂંસી નાંખી આપણે ભાવિની પેઢીને ઘણો જ અપરાધ કર્યો છે. ખેર ! જે બનવાનું હતું તે બની ગયું. જાગ્યા ત્યાંથી સવાર સમજીએ. અને શ્રી ગાંધીની શતાબ્દિએ દદ સંકલ્પ કરીએ કે અમે હવે જૈનધર્મના પ્રચાર અને પ્રગતિ માટે એવા વિદ્વાને તૈયાર કરીશું ને જગતના ખૂણે ખૂણે મોકલી મહાવીરના સંદેશને ગૂંજતો કરીશું.
* શ્રી ગાંધીની જન્મશતાબ્દિ નિમિત્તે બુદ્ધિપ્રભા' તેમની પુનિત યાદમાં આ આખાય સ્મૃતિ અંક પ્રગટ કરી તેમના જીવન અને કવનને જનતા સમક્ષ ધરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. શ્રી ગાંધીનું ગૌરવ બરાબર જળવાય તે માટે આ અંકમાં તેમનું જ વિશેષ સાહિત્ય આપવામાં આવ્યું છે.