________________
૪૮]
- બુદ્ધિપ્રભા તા. ૧૦-૮-૧૯૬૪ લાગી અને એમની સફેદ પાઘડી તો એવી તેજ ઝબકાર કરતી હતી કે જાણે ગાંધીની ચહેરા પાછળ કોઈ સૂરજ ચમકી રહ્યો છે !
આ તેજ દશ્ય જોઈ અમેરિકાએ કહ્યું હતું કે અમે એ તેજ ઝીલી ન શકયા. અમારી આંખો એ દિવ્ય તેજથી અંજાઈ ગઈ.. અરે ઘડીભર તો અમે બધા ભાવ સમાધિ અનુભવી રહ્યા !!
--મહાત્મા ભગવાનદીને લખેલ “મેરે સાથી ” પાન નં. ૧૨૫ ૧ર૭ પરથી ઉદ્ભૂત ને અનુવાદિત. '
અમેરિકન બેનને થયેલું જાતિસ્મરણ જ્ઞાન.
..અમેરિકાથી પાછા ફર્યા બાદ શ્રી ગાંધીની મુલાકાત મને અજમેરમાં થઈ. ત્યાં અમને બંનેને ભાષણ કરવા લાવ્યા હતા. આ પ્રસંગે શ્રી ગાંધીએ મને નિકાગોના પોસ્ટ ખાતાના એક ઉચ્ચ અધિકારીને પત્ર વંચાવ્યા. તેમાં લખ્યું હતું કે શ્રી ગાંધીએ બતાવેલ વિધિ પ્રમાણે નવકાર મંચને જાપ કરવાથી માથાનો દુખાવાને જે જૂનો રોગ હતો તે દૂર થઈ ગ હતો, પણ મને લાગે છે તેમાં ડી ભૂલ થઈ જવાથી તે દબાવે ફરીથી શરૂ થયેલ છે. તે આ માટે ઘટતું કરશે.'
શ્રી ગાંધીએ એ ઉપરાંત મને એક અમેરિકન બેનનો ફેટે પણ બતાવ્યું. હું ભૂલતો ન હોઉં તો એ મિસ હાર્વડના કેટે હતો. તે ભારતીય રિધાનમાં કટાસણું પર એસી, સામે સ્થાપનાચાર્ય રાખી તેમજ હાથમાં મુહપત્તી રાખી સામચિક કરી રહી હતી. શ્રી ગાંધીએ મને તેની વધુ માહિતી આપતાં જણાવ્યું કે શ્રી વિજયાનંદસૂરિજીએ બતાવેલ વિધિ પ્રમાણે નવકાર મંત્રનો જાપ કરતાં એક મહિના પછી તેને પૂર્વભવનું જ્ઞાન-જાતિસ્મરણ જ્ઞાનથયું હતું, અને તેણે હિંદુસ્તાનમાં પિતાને પૂર્વભવ હતો તેની વાત કરી હતી......”
–આત્માનંદ જન્મ શતાબ્દિ ગ્રંથમાંથી સ્વ. ગુલાબચંદજી ઠઠ્ઠા એમ. એ. ના અંગ્રેજી લેખ ઉપરથી પાન નં. ૧૭૨–૧૭૩.