________________
તા. ૧૭–૧૯૬૪ બુદ્ધિપ્રભા
[૩૯ જે ધર્મનાં પ્રવર્તકેમાં ઉત્તમ સગુણ હોતા નથી, તેઓ પાણીયારાને મુનશીની જેમ પોતાના ધર્મને, પોતાના ઘરની બહાર ફેલાવો કરવા સમર્થ થતાં નથી.
જે મનુ દુનિયાને તારવા ઈચ્છે છે તેઓએ તો ઘણી દયા રાખવી જોઈએ. જેને દરેક જીવ ઉપર દયા નથી તેમજ જે કોઈ દુ:ખીને જોઈને કરુણ લાવતો નથી તે માણસના રૂપમાં રાક્ષસ છે. તેવા માણસો પ્રભુના ધર્મ પાળવાને લાયક નથી.
જે ધર્મનાં સમાજનું બંધારણ ઉત્તમ હેતું નથી તે ધર્મના સમાજની પ્રગતિ બરાબર થઈ શકતી નથી. જનસંઘ તેમજ જેને સમાજનું બંધારણ વ્યવસ્થિત કરવાની હાલ ખૂબ જ જરૂર છે. જૈન સમાજનું બંધારણ જે અત્યારે સુધારીને ફરીથી સુવ્યવસ્થિત રીત ઘડવામાં નહિ આવે તો ભવિષ્યમાં ખૂબ જ નુકશાન થશે. જૈનસંઘનાં સુવ્યવસ્થિત બંધારણના અભાવને લીધે, હાલનાં સુવર્ણ મય સમયમાં જેનોમાં ઝગડાના વિષવૃક્ષો ઊગે છે અને દિનપ્રતિદિન વધતાં જ જાય છે.
જમાનો વીજળીના વેગે આગળ વધી રહ્યું છે જ્યારે જેને કીડી વેગે ચાલી રહ્યા છે. આ રીતે જેને જમાનાને શી રીતે પહોંચી શકે ?—આ માટે ભાવભાવ પ્રબળ છે એમ માની બેસી રહેવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી. પાંચમા આરાનો દેશ છે એમ માનીને જે જેનો નિક્કીય જ બની રહેશે તે ભવિષ્યમાં તેઓ બહુ આગળ નહિ વધી શકે.
ઓ માટે કોઈ પણ જાતની ધારિક પ્રગતિની ક્રિયા કરવી જ જોઈએ. આ માટે ભાવિના ઉદરમાં શું છે તે જોવાની જરૂર નથી. આપણે તે આપણી ધાર્મિક, સામાજિક ઉન્નતિના શિખરે જ પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. સારું કામ કરવાથી સારું જ ફળ મળે છે એમ નિશ્ચય કરીને આગળ વધવા પ્રયત્ન કરવો જ જોઈએ.
ધાર્મિક ગદ્ય સંગ્રહ, પા. ૩૫૨ ]