________________
તા. ૧૦-૬-૧૯૬૪] બુદ્ધિપ્રભા
[ ૮૭ પ્રભુ બેઠા પડ્યાસને (ભૂતેડી) અત્રેના જૈન સંઘની આગ્રહભરી વિનંતીને સ્વીકાર કરી, પરમ પૂજ્ય ઉપાધ્યાય મહારાજશ્રી કૈલાસસાગરજી મ. સા. ના વિદ્વાન શિષ્ય. પૂજ્ય મુનિરાજ શ્રી ઈન્દ્રસાગરજી મમુનિરાજ શ્રી મૃગેન્દ્રસાગરજી મ. બાલમુનિ અમરેન્દ્રસાગરજી આદિ શિષ્ય પરિવાર અને પધારતાં ભૂતેડીના જૈન સંઘે સૌ શ્રમણ ભગવંતોનું બહુમાન પૂર્વક સ્વાગત કર્યું હતું. અત્રે પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી તે સૌ પધાર્યા હતા. પ્રતિષ્ઠાના વિધિ વિધાન કરાવવા માટે મારવાડ જકશનથી યતિશ્રી લબ્ધિસાગરજી પધાર્યા હતા. જલયાત્રાના વરઘોડામાં સરીયદથી શ્રી વાસુપૂજ્ય જન બેન્ડ આવ્યું હતું. અને સારાય પ્રસંગની સંગીત ધૂન સંગીતકાર શ્રી મોહનલાલ કેશવલાલે સંભાળી હતી.
સંતના સંભારણું (મૈસુરથી મદ્રાસ) મસુરના આંગણે તાજેતરમાં જ બહુવિધ એવા પુણ્ય પ્રસંગ બની ગયાં. જેના પુનિત સંભારણે ત્યાંની જનતાને વરસો સુધી યાદ રહેશે.
પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય પૂર્ણાનંદસૂરિજી મ. સા. એક અજોડ વક્તા તેમજ ઉત્કટ સમાજ પ્રેમી સંત છે. તે ઉપરાંત તેઓ ઉગ્ર તપરવી પણ છે તે ઘણાં ઓછાને ખબર છે. મૈસુરના જૈન સંઘે તાજેતરમાં જ તેઓશ્રીની વરસી તપનું બહુમાન પૂર્વક પારણું કરાવ્યું હતું. આ તેમને દસમો વરસી તપ હતું. આ સાથે તેમના પરમ શિષ્ય પંન્યાસ પ્રવર શ્રી હીંકારવિજયજી ગણિવર્ય મહારાજને પણ તેમના પ્રથમ વરસી તપનું પારણું ઘણી જ ધામધુમથી કરાવ્યું હતું. આ નિમિત્તે અઢાઈ રહોત્સવ તેમજ શાંતિસ્નાત્રનો પુણ્ય જલસો યોજવામાં આવ્યો હતો. જલયાત્રાનો બાદશાહી વરઘોડે નીકળ્યો હતે. આ યાત્રામાં સ્વ. પૂજ્ય આ. ભ. શ્રી લલીતસૂરિજી મ. સા. ને ફોટો મૂકવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગોની ક્રિયાઓ પંડિત શ્રી કુંવરજીભાઈ મૂળચંદભાઈએ કરાવી હતી. પારણા તેમજ ચાતુર્માસ નિમિત્તે શ્રી કેસરીમલજી સરદારમલજીએ (હૈદ્રાબાદવાળા) રૂ. ૧૫૫૧)ની બેલીથી આચાર્યશ્રીને કામળી વોરાવી સુપાત્રદાનનું મહાન પુણ્ય ઉપાજિત કર્યું હતું. રૂા. ૬૫૧) ની બેલીથી શેઠશ્રી રતનચંદજી ચુનીલાલ બારસીવાળાએ પૂજ્ય પન્યાસજી મહારાજને કામળી વોરાવીને લક્ષ્મીને પુણ્યશાળી બનાવી હતી, અન્ય ઉદાર શ્રાવકોએ પણ ખરા અંતરથી સુગુરુ ભકિત કરી આરાધના કરી હતી. આ પ્રસંગે ૧૫ તપસ્વીઓએ વરસી તપનું પારણું કર્યું હતું. પૂજ્ય આચાર્ય મ. સા. ની પુનિત સ્મૃતિમાં છ ભાઇઓએ બ્રહ્મચર્ય વ્રતની બાધા લીધી હતી. આવા અનેક પાવન ને મીઠા સંસ્મરણો મૂકી પૂજ્ય આચાર્ય મહારાજ તેમના શિષ્ય પરિવાર સાથે મદ્રાસ ચાતુર્માસ માટે વિહાર કરી ગયાં છે.