SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા મિત્ર રોક, જરા ૭] વિશ્વાસ રાખીને તેને પેાતાના તરીકે સ્વીકારે છે તેઓને ચિંતા, ભય વગરે દુશ્મનાને માત્ર ભય રહેતો નથી. આને અધ્યાત્મજ્ઞાનને જેએ મિત્ર બનાવવા ધારે છે, તે આંતરિક સૃષ્ટિમાં પ્રવેશ કરે છે, પણ તેઓએ સમજવું એકએક અધ્યાત્મજ્ઞાનને મિત્ર બનાવવા માટે પ્રથમ બાહ્ય વસ્તુએના મમત્વને! ત્યાગ કરવા જોઇએ. અધ્યાત્મ મિત્ર ઉપર શુદ્ધ પ્રેમ હેતે નથી. તેઓના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનની સ્થિરતા થી નથી. મહારાજા શહેનશાહને પેતાના ઘેર મેાલાવવા ઢાય છે તેા ઘરને કેવું સુશાભિત કરવું પડે છે અને પેાતાના પ્રેમની કેટલી બધી ખાત્રી આપવી પડે છે! તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનને હૃદયમાં સ્થિર કરવા માટે, મનમાં અત્યંત શુદ્ધ પ્રેમ અને શ્રદ્ધાને ધારવી પડે છે. શુષ્ક અધ્યાત્મીઓના હૃદયમાં ખરૂં અધ્યાત્મજ્ઞાન પ્રગટતું નથી; વાચિક અધ્યાત્મ જ્ઞાન વડે કરી પેાતાની ઉન્નતિ થતી નથી. વસ્તુત: અધ્યાત્મજ્ઞાન જ્યારે હૃદયમાં પરિણમે છે ત્યારે તેવું પરિણામિક અધ્યાત્મજ્ઞાન–ખરેખર આત્માની શુદ્ધતા પ્રગટાવવાને સમર્થ બને છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર પેાતાના સુરૂની ગરજ સારે છે. ગુરૂ જેમ શિષ્યને અનેક શિક્ષાએ-મૂર્તિરૂપ બનાવે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માને અનેક પ્રકારની શિખામણા આપીને આત્માને [તા. ૧૦-૬-૧૯૬૪ સ્વ સ્વભાવ રૂપ નિજ ઘરમાં લાવે છે. અને ક્ષયાપશમાદિ ભાવના અને ગુણાના ધામભૂત આત્માને બનાવીને, આદિ અનંતમાં ભાગે સહજ સુખને વિલાસી કરે છે. ગુરુ જેમ પેાતાના શિષ્યના શ્રયમાં સદાકાલ પ્રયત્ન કર્યાં કરે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ અંતરાત્માની ઉન્નતિ માટે પ્રયત્ન કર્યો કરે છે; જેમ ગુરુ શિષ્યને પેાતાના ઉપદેશ વર્ષે અનેક શિખામણ આપીને વિનયવત કરે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ જગતના જીવે તે અનેક શિખામણે આપને અહુ કાર દેખને ટાળી વિનયવંત બનાવે છે. અધ્યાત્મજ્ઞાન અને અહુ કારને મેળ આવતે નથી. મુનિવરે અધ્યામાન વર્ડ અહંકારને જીતીને લઘુતા ધારણ કરી વિનયને પાડ આખી દુનિયાને પઢાવે છે. અધ્યાત્મજ્ઞાનથી લઘુતા ગુણતી જે પ્રાપ્તિ ન થાય તે સમજવું કે તેના હૃદયમાં અધ્યાત્મજ્ઞાન પરિણમ્યું નથી અય્યાભજ્ઞાન ખરેખર સૂર્ય સમાન છે. આત્મસૃષ્ટિમાં રહેલી ઋદ્ધિતુ દર્શોન કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશ વડે અંતરાત્મારૂપ કમલ ખરેખર પ્રફુલ ચાય છે અને તે ભેગરૂપ જલથી નિર્લેપ રહે છે. [શ્રી આનંદ ધનપદ સંગ્રહ. પા. ૫૧, પર, ૫૩, ]
SR No.522155
Book TitleBuddhiprabha 1964 06 SrNo 55
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy