________________
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી એક સિદ્ધહસ્ત કવિ હતાં. તેઓ શ્રીએ લખેલા તમામ કાવ્યના અગિયાર સંગ્રહ પ્રગટ થઈ ચૂક્યા છે. બધા મળીને તેમના કાવ્યોની સંખ્યા લગભગ ૩૦૦૦ ની થવા જાય છે. અને આ બધા જ કાવ્યોમાં વૈવિધ્ય છે. કેઈ ભજને છે, કેઈ ગઝલ અને કવ્વાલી છે. સ્તવન, સઝાય, હરિગીત, અરે ! તેમાં ખંડ કાવ્ય પણ છે. અને તેમાંથી ત્રણ કાવ્યો રજુ કરવામાં આવ્યા છે,
–સં. ] પ્રેમ પંથ પ્રેમીઓ બતલાવે રે કેઈ મારો પ્રેમીઓ બતલાવે રે પ્રેમી વિના હું નિશદિન પૂરું
પ્રેમી મળે સુખ થાવે રે
કઈ ભારે પ્રેમીઓ બતલાવે. પ્રેમી ન મળતો વાટે ઘાટે. સઘળું શૂન્ય કહાવે રે પ્રેમના પ્યાલા પીધા જેણે
તેને કશુંએ ન ભાવે રે
કોઈ મારા પ્રેમીઓ બતાવે. જલ બીચ મીન કમલ જલ જેવો પ્રેમ પ્રભુ પરખાવે રે
કઈ મારો પ્રેમીઓ બતલાવે. બુદ્ધિસાગર આતમસ્વામી તિથી એમ ગાવે રે
કોઈ મારા પ્રેમીઓ બતાવે પ્રેમીઓ બતાવે કઈ મારે પ્રેમીઓ બતલાવે.
(ભજન સંગ્રહ ભા. ૧ પા. ૪)