SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) સંયમને સંભારણા પાટણ સંવત ૨૦૧૪ની સાલ હતી. અત્રે, સાગરગછના જૈન ઉપાશ્રયે ૧૦૮ શ્રેપ પના, કર્મની શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજીના શિષ્યરત્ન આચાર્ય ભગવંત શ્રી પ્રશાંતમૂર્તિ બી કાર્તિસાગરસુરીશ્વરજી આદિ ઠાણા ચાતુર્માસ માટે બીરાજમાન હતા. તેઓશ્રી અને નિયમિત વ્યાખ્યાન વાંચતા. એમની પ્રભાવક વ્યાખ્યાન રૌલીધી અનેક જૈન-જૈનેતર ભાઈબેન ધર્મમાં સ્થિર થતા અને અનેક પ્રકારના તપ-જપ ક્રિયા આદિ કરતા, આ પ્રવચનમાં શ્રી સેવંતીલાલ રતનચંખું કુટુંબ પણ રોજ હાજર રહેતુ અને આચાર્ય ભગવંતની વાણીનું પાન કરતાં, અને આચાર્ય દેવેશની શીળી છાયામાં બેના ઉપાશ્રયે પૂ. સા, મ. ધી મનહરશ્રીજી, સા. અ. શ્રી હિંમતશ્રીજી, પ્રમાદથીજી, ચંદ્રપ્રભાશ્રીજ, આદિ ઠાણા પણ બિરાજમાન હતા. અને તેઓ પણ સી બેનને ધર્મ માગે સ્થિર કરતા હતા. શ્રી સેવ લાલના શ્રીમતી શ્રી ગુલાબબેન અને તેમના સુપુત્રી . તરલાબાલા પૂ. સાથીજી મહારાજના સતત સંપર્કમાં રહેતા. કુ. તરલાબાલાબેન તે તેઓના જીવનથી, તેઓની સાદગી અને પવિત્ર જીવનથી મુગ્ધ જ થઈ ગઈ હતી. અને નિયમિત ઉપાશ્રયે આવી સામાયિક પ્રતિક્રમણ, તપ, સ્વાધ્યાય ૨. કરતા. આમ વૈરાગના રંગ નંખાતા જતા હતા. સમય થશે. માસુ પૂરું થયું અને ગુરુ મહારાજ બીજે વિહાર કરી ગયા. પણ સંસ્કાર ન ગયા. વ્યવહારિક અભ્યાસ સાથે બેને ધાર્મિક અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો અને સંસ્કૃતની બે ચેપડી, તેમજ છ કર્મગ્રંપ પણ કર્યા. બેનની બુષ્યિ ને ખંત ખૂબ જ હતા. તેઓએ મેટ્રીક પણ બીજા નંબરે પાસ કરી. અને તીથી, અઠ્ઠાઇ વગેરેમાં તપ પણ તેઓ કરતા અને સંયમના પ્રતિકરૂપ પૌષધ આદિ પણ કરતા. આમ ત્રણ વરસ થઈ ગયા. ફરી આચાર્ય ભગવંત ર૦૧૭માં ચાતુર્માસ માટે પધાર્યા. અને મને સંયમ લેવાની તૈયારી કરી, પૂ. આચાર્ય ભગવ તે 4િ. જેઠ સુદ બીજનું શુભ મુહુત બતાવ્યું. અને એ દિવસ નકકી થઈ ગયો. એને સંસારને વિદાય આપવા માંડી. સંસારને રાગ ઓછો કર્યો. અને દિવસ આવતા ભય વરઘોડામાં, પિતાના ઘરે, કુંભારીઆ પડામાંથી નીકળી સારાય ગામમાં દાનની છોળો ઉડાડતાં જૈન બોર્ડીંગમાં શ્રીમદ્દ સમીપ આવ્યા. મંગલસૂના અવાજ ને દીક્ષાના જયનાદ વચ્ચે આચાર્ય ભગવંતના શિષ્યરત્ન પન્યાસ પ્રવર શ્રી મહાવ્યસાગરજીએ વાસક્ષેપ નાંખે અને કરેમિભંતેનું સત્ર વાંચ્યું. બેન બેન ભરી સાધ્વીજી મહારાજ બની ગયા. કુ. તરલાબેન નામ બદલ ઈ ગયું અને હવે સા. ભ. શ્રી ચંદ્રપ્રભાજીના શિષ્યા શ્રી ચારિશલાજી નામ થયું. એને જ્યારે સંયમ લીધે ત્યારે તેમની ઉંમર વીસ વરસની હતી, ભણેલા અને જવાન ઉંમર સંયમ લેનાર તે બેનને અમારા ધન્યવાદ છે. અને તેમની સંધમયાત્રા જનકલ્યાણકારી બને એજ અભ્યર્થના છે,
SR No.522122
Book TitleBuddhiprabha 1961 08 SrNo 22
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy