SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રનું સ્મરણ કર્યું. સ્મરણે ગયાં ને બે હાથ જોડી તેણે મહાવીર ભગવાનને નમરકાર કરતાં કહ્યું- હે ભગવાન, જે મેં મન, વચન અને કાયાએ કરીને શુદ્ધ શિયળ પાળ્યું હોય ને મારાં કાંડાં અખંડ વાવ”. અને બન્યું પણ તેવું જ. તરત જ એના હાથનાં કાંડાં ફરી ઉગી નીકળ્યાં. એટલામાં ત્યાંથી એક તાપસ પસાર થતા હતા. તેમણે રાણી કલાવતી અને એના પુત્રને નિરાધાર સ્થિતિમાં જે તેમના આશ્રમે લઈ ગયા. બીજી તરફ ચાંડાળાએ આવીને રાજાને હાથનાં કાંડાં આપ્યાં. કડાં ઉપરનું નામ જોતાં જ રાજાને કંઇકને કઈક થવા લાગ્યું. એની ઉપર તે રાણીના ભાઈનું નામ હતું. રાજાના દુ:ખને પાર ન રહ્યો. એ મૂર્ણિત થઈ ઢળી પડે ને પિતાની ભૂલને પસ્તા કરવા લાગ્યો. એના હૈયે શાંતિ ન રહી. છેવટે તે મરવાને તૈયાર થશે. પરંતુ મંત્રીઓએ અને નગરશેઠે તેને ઘણું ઘણું સમજાવ્યું. ત્યારે તેણે કહ્યું - જો રાણી જડશે તે હું તો રહીશ, નહિ તે ચિંતામાં બળી મરી.” રાશી કલાવતીની ભાળ મેળવવા રાજાએ મેર માસે મોકલ્યા. છેવટે તાપસને ત્યાંથી રાણીની ખબર મળી, વાજતેગાજતે રાજાએ રાણીને રાજમહેલમાં તેડાવી, ભુલની માફી માગી અને પુત્રને જન્મોત્સવ ઉજવ્યો. પેલા મુનિવર પણ ત્યાં પધાર્યા હતા. રાજાએ એમને ખૂબ આદરસત્કાર કર્યો. મુનિ તે જ્ઞાની હતા, મહાશાની હતા. રાજાએ પોતાના તથા રાણીના આવા કર્મઉમ્રનું કારણ પૂછ્યું. તાની મુનિએ શાંતિથી જવાબ આપતા કહ્યું: હે રાજ, મહેન્દ્રપુરના રાજાને એક પુત્રી હતી. તેનું નામ સુચના હતું એક દિવસ સુલોચના પિતાના મેળામાં બેઠી બેઠી રમતી હતી. એવામાં એક માણસે આવીને એક પડિત પેપિટ રાજાને ભેટ ધર્યો. આ પોપટ ખૂબ શાની હતે. મીઠું મીઠું બોલીને એણે સૌનાં મન હરી લીધાં. રાજાએ એ ટિ પુત્રીને આપે. પુત્રીએ એને સોનાના પિંજરમાં રાખે. ને તેનું પ્રેમથી જતન કરવા લાગી. પંડિત પેટ પણ રાજપુત્રીની સાથે ગેલ કરતા, નાચતે ને તેને ખુશી કરો. પણ એક દિવસે પપને જતિ સ્મરણ જ્ઞાન થતાં તેણે અનશન ધારણ કર્યું. આખો દિવસ કાંઇ ખાધું નહિ, પીધું નહિ. એટલે સુલોચનાએ કે ભરાઈને એની બેય પાંખે કાપી નાખી. પોપટ દુઃખને શમાવી અનશન કરી દે છોડી ગયા. એને મૃત્યુ પામેલે જોઈ રાજપુત્રી સુચના પણ એના વિરહે મૃત્યુ પામી. એ પિપણ તે તું શંખરા. અને એ સુલોચના તે તારી રાણી લાવતી. પાંબા છેદવાના કારણે રાણી કલાવતીનાં તારે હાથે કાંડાં છેયાં. | મુનિની આ વાત સાંભળી રાજરાણી બનેને સંસાર પર વૈરાગ્ય આવ્યો ને બંનેએ દીક્ષા લઈ મોક્ષગમન કર્યું. આ વાર્તામાંથી સમજવાની વાત તે એ છે કે માનવીને પોતાના કર્મનું ફળ મળે છે. પણ જે તે ધારે તે તેના પશ્ચાતાપથી એ કર્મની કઠણાઈને તે ઘટાડી શકે છે. તેમ જ સતી સાધવીએમાં એવી શકિત હોય છે કે તે ધારે તે કરી શકે છે. એમનું શિયળ અને એમની ધીરજ એમના સતીને પૂર્ણપણે પ્રકટાવે છે, સતીઓનું સતીવ જ્યાં સુધી અખંડ રહેશે ત્યાં સુધી હિરતાનને નારીસમાજ સદા સર્વદા ગૌરવવંતા રહેશે.
SR No.522122
Book TitleBuddhiprabha 1961 08 SrNo 22
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy