SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર ગુમ થયા છે તંત્રી લેખ વાચક મિત્રો / અંક તમારા હાથમાં આવશે ત્યારે ભગવાન મહાવીર જન્મ ભત્સવ પતી ગયે હશે, એ નિમિત્તે જાયેલા સમારંભના કાલાલે શમી ગયા હશે. એની ઉજવણી માટે ઊભા થએલા મંડ, રંગભૂમિ, લાઉડસ્પીકરના અવાજે બંધ થઈ ગયા હશે, સંસ્કાર વેરવાના આદેશથી ભજવાયેલ નાટ. કેના સંવાદો, એ વાર્તાલાપો, એ ભાણે, એ ગીતો બધાં ભુલાઈ ગયાં હશે. એના મંદિરની રોશનીઓ ઝાંખી પડી ગઈ હશે. એના અંગ પર ચઢેલી કીંમતી હીરા માણેકની આગાઓ ઉતરી ગઈ હશે. એના ઉત્સવિના આનંદમાં ઘેલાં બનેલાં હૈયાં ઠાં થઈ ખ્યાં હશે. વીર વીરના જાપથી સતત ફરતી નવકારવાળીઓ ડીએમાં પેક થઈ ગઈ હશે. “ભગવાનને જન્મ દિવસ છે. આજે તે આનંદે, ઉમંગ, નાચે” એમ હર્ષના આવેગથી પહેરવા કાઢેલાં સુંદર રેશમી, ઉચાં કપડાં પેટીમાં મુકાઈ ગયાં હશે. તેની પ્રશસ્તિમાં અપાયેલી અંજલિ, લેખોથી ભરેલા છાપાએ ધરતીના ઢગલામાં દટાઈ ગયા હશે. તે દિવસની બધી જ ધમાલ આજ શાંત પડી ગઈ હશે. અને પૂર્વવત વ્યવહાર આજ શરૂ થઈ ગયો હશે. વસે વરસ આ દિવસ આવે છે અને એ દિવસ ધામધૂમથી ઉજવાય છે. સુધારાવાદીઓ એ દિવસ આધુનિક ઢબે ઉજવે છે. એ મંદિરના ગભારા છેડી મેદાનમાં ઉજવણી કરે છે. અને જુનવાણી માણસે એની ઉજવણી મંદિરમાં કરે છે. સુધારા- વાદીઓ એમ કરી માને છે કે અમે સુધારે જ્યે છે અને આ રીતની ઉજવણીથી અમે વીરને સ દેશે. ઘરે ઘરે પહોંચતું કરીશું. અમને અહીં ત્રિરાશી મૂકવાનું મન થાય છે. આમાં સુધારે ક્યાં છે? મંદિર છે. મેદાનમાં આવ્યા અને તમે શું સુધારો કહે છે ? રંગમંડપ મૂકી રંગભુમિઓ સજાવી એને તમે શું સુધારો કહે છો ? પૂજ, સ્નાત્રને બદલે ભાષણો અને તાટકે ક્ય એને તમે શું સુધારો કહે છે ? આંગી કાઢીને જાહેરમાં વીને રંગીન શબ્દોથી નવાજો છો એને તમે શું સુધારો કહે છે ? ઘીના દીવા બાજુએ મુકીને ઇલેકટ્રીક ગાળાની રેશની કરી એને તમે શું સુધારો ભણે છે ? આ બધું તમે કર્યું એ શું તમે ક્રાંતિના નામે ઓળખાવે છે ? તે તો અહીં તમારી ભૂલ થાય છે. જરા ફિડેથી આ બધી બાબતેને તપાસીએ તો એમાં કશું જ ક્રાંતિ જેવું જણાતું નથી. હે, ચાર દિવાલમાંથી તમે ભગવાનને બહાર લાવ્યા. જૈન સમાજ ઉપરાંત બીજા સમાજ વચ્ચે પણ તેમને મૂકયા એને અને સાકાર કરીએ છીએ, પરંતુ આટલા માત્રથી જ તમે ક્રાંતિ કરી છે કે મહાવ એમાં સુધારા છે એ સાબિત નથી થતું. અને ક્રાંતિ: રસ્તે એટલે સરળ પશુ નથી. તમે તે ગુનાને બદલે નવું સ્વરૂપ આપ્યું છે. એક છાપીને બાજને સ્પીકાર કર્યો છે. મંદિરને બદલે મેદાન, રંગમંડપને બદલે ભૂમિ, પૂજાને બદલે મેળાવડા, નાત્રને બદલે નાયક, સ્તવનને બદલે કાવ્ય, પ્રતિક્રમણને બદલે પ્રવચને એમ સાજનેને બદલે જ કર્યો છે. ચા છોડીને કઈ ઉકાળો પીવે શરૂ કરે એના જેવું તમે કર્યું છે. મૂળમાંથી કશું જ બદલાયું નથી. માત્ર ઉપરનું બેખું બદલાગ્યું છે. અંદર તો એનું એ જ રહ્યું છે. એ ક્રિયાઓ અને આજના કાર્યક્રમ સામે અમારો વિરોધ છે તેટલા માટે અમે આ નથી લખતા પરંતુ એ બનેય ઉજવણીમાં કાચા મહાડી કયાં છે એ અમારે તે શોધવું છે. વારની દેશનાના શેખ
SR No.522118
Book TitleBuddhiprabha 1961 04 SrNo 18
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages31
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy