SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નારીનાં હાડચામમાં આનંદ છે તે અને તે માટે લડતે ઝઘડતે ને જિંદગી ખુવાર કરતે માનવી ને આટલું યાદ રાખે તે– માનવીએ જ્યારે દુનિયા માં પહેલી આંખ ખોલી ત્યારે એણે સૌ પ્રથમ મા જોઈ હતી. મેં તે જિંદગી જીવવાની કળા માંગી હતી દેવ મારા ! જિંદગી જીવવાને આ ઢસરડે નહિ. જનમાનું ઊંધા માથે, જીવવાનું ટાંટીયા ઘસીને અને અંતે સૂઈ જવાનું ચિતાની ગાદમાં ઃ આનું નામ તે સંસાર, એણે કહ્યું કે મારે પ્રેમને પ્રદીપ પિટાવે છે. “ તે ત્યાગનું તેલ પૂર ને શ્રદ્ધાની વાટ કરે. પ્રદીપ તારે જગમગી ઉઠળે, એ રડતી હતી ? “ભગવાન ! તે આ શું કર્યું? મને મંજુવ વર આપ્યો પણ આ દેહ તે તે અષાઢી વાદળના રંગે રંગી નાંખે છે. નરી કાળાશ...બસ...સદાયનું ભેંકાર અંધારું જાણે તે મારા પર વીટી દીધું છે. નાથ મારે ! મને પેલા હંસને ઉજળો વાન ન આપે ? " એ પણ રડતે હતું : દેવ મારા ! તે આ શું કર્યું ? મારા આખા શરીર પર બસ રૂપેરી ચાંદની જ ઓઢાડી દેવાની ? બસ એ સિવાય તેને બીજું કંઈ આપવાનું ન મળ્યું ? દેવ માર ! મારી આ ગેરી ચામડી લઈ પિવી કેકેલના મંજુલ સ્વર મને ના આપે?” સી નહિ, સ્ત્રીને જોવાની નજર નરકની ખાણ છે. એ મને બતાવી રહ્યો હતો ? “ જો કેવા કાળા ભમ્મર વાદળા છે. શું આજનું જીવન પણ એવું જ નથી ? ” મેં કહ્યું “જે એની કીનારી કેવી રૂપાળી છે ! ધવલી ઘડીઓમાંથી જાણે રૂપેરી રસ ઢોળાઈ રહ્યો છે... »
SR No.522116
Book TitleBuddhiprabha 1961 02 03 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy