SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫19. કર્ટ નારની અય-મીમાંસા. हट स्पेन्सरनी अज्ञेय-मीमांसा. (ગતાંક પર ૨૮૨) આવાં અનુમાનને સાંકેતિક કપનાઓ ( Symbolic Conceptions) કહે છે. અર્થાત એ એવી કલ્પનાઓ છે કે જે કોઈ અતિથી થાય છે અને જે ગી સાથે એ સંબંધ ધરાવે છે એ ચીજોનું પણ કામ થતું નથી. સાંકેતિક કલ્પનાઓમાં બે પ્રકારની ભૂલ થાય છે. એક તો એ કે જ્યારે નાની વસ્તુ જોઈને હેરી વસ્તુનું અનુમાન કરવામાં આવે છે. ત્યારે ગણનામાં કોઈ એવી ભૂલે થાય છે કે જે પકડી નથી શકાતી. બીજી એ કે જે ચીને સાંકતિક કલ્પનાઓથી અમિત થાય છે એ જેવી કલ્પનાની છે તેવી નથી હતી. આવી કલ્પનાઓને લોક સત્ય માની લે છે આ કારણથી સાંકેતિક કલ્પનાઓ બધા શશગની અનુરૂપતા રાખે છે. યથાર્થમાં એમાં કંઇપણ સત્યતા નથી રહેતી. - હવે ધર્મવિષયક વિચારોમાં માનસિક કલ્પનાઓ પ્રયોગના હાલ જોઈએ. જ્યારે કોઈ અદ્ભુત ધટના થાય છે જેવી કે મહામારી અતિવૃષ્ટિ, ભૂકંપ ઇત્યાદિ-જ્યારે અસભ્ય જંગલી મનુષ્ય તે એનું કારણ કોઈ દેવને અથવા દેવીનો કાપ માની લે છે. મરી ગયેલા મનુષ્યોને સ્વપ્નમાં જોવાથી માનવામાં આવે છે કે ભૂત પ્રેત યોનિ વગેરેનું અસ્તિત્વ છે. આ ભૂત 9તેમાં જે હેટા ગણાય છે એની શક્તિ પણ બહુ અધિક કલ્પનાથી થાય છે. જેમ જેમ મનુષ્ય સભ્ય અને સુશિક્ષિત થતા જાય છે તેમ તેમ આ ભૂત પ્રેતની જગ્યાએ દેવી દેવતાઓને માનવા લાગે છે. ધીમે ધીમે એઓ એ અનુમાન સુધી પહોંચે છે કે સમસ્ત સંસારમાં કોઈ અદશ્ય શક્તિ અવશ્ય છે. એજ આ ઘટનાઓનું કારણ છે. એજ સંસારને ઉત્પન્ન કરનારી છે. આ અનુમાન કેવલ સાંકેતિક કલ્પના છે. એ સ્પષ્ટ જ્ઞાનનો વિષય નથી. સંસારની ઉત્પત્તિના વિષયમાં ત્રણ કલ્પનાઓ મુખ્ય છે-- (૧) સંસારની સત્તા સંસારથી છે-અર્થાત એ પિતે જાતે વિદ્યમાન છે અને સ્વાધીન 5. ( The Universe is selesistent. ) (૨) સંસાર પિતે જાતે ઉત્પન્ન થાય છે (The Universe is self-created) (૩) સંસારને કે અન્ય શક્તિઓ ઉત્પન્ન કર્યો છે. અર્થાત એ પિતે જાતે ઉત્પન્ન નથી થયો, એને કોઈ બીજી સાક્તએ કર્યો છે. (Th: I'miv re is created by an external agency. આ કલ્પનાઓ પર ક્રમશઃ વિચાર કરીએ. પ્રથમ કલ્પના. આ કલ્પનાને અર્થ એ છે કે સંસારની સત્તા સંસારથા છે કે બીજી સત્તા સાથે સંબંધ નથી. બીજા શબ્દોમાં કહીએ તે આ સત્તા અનાદિ છે એનું કોઈ કારણ નથી. અનાદિ કલ્પનાની કોઈ પણ ચીજને ગમે તેટલે ગાઢ વિચાર કરીએ તે પણ એનું સ્પષ્ટ જ્ઞાન થતું નથી. અનાદિ કલ્પનાની સામે પણ અનન્ત ભૂતકાળની કુપના કરવી આવશ્યક છે; એમ કરવું અન છે, જે કઈ વસ્તુ અનાદિ ગણવામાં આવે તે સંસાર શું છે? એને સારે જવાબ આપી શકાને નથી. તમે કલ્પના કરે કે એક વસ્તુ આ સમયે વર્ત.
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy