________________
cત્વચિંતન
૩૨૫
તપ જપ સૂર સેવા, વગેરે જે જે આત્મોન્નતિનાં કામે આદરે છે તે માખણ મેળવવાને પાણું વાવે છે, જ્ઞાનના ભંડારરૂપ ગુણવાન મુનિરાજાઓને ધન્ય છે કે જેઓ તપશ્ચર્યાવડે પિતાના શરીરને મ કર્યા છતાં, શક્તિને વરસાદ વરસાવે છે, સત્યજ્ઞાન અને શુદ્ધ દઢતાની બાપ્તિ પણ આ ઉપશમનું જ પરિણામ છે. ખરે સત્યને ઓળખવું અને તેને જ વળગી રહેવાની શક્તિ તે ઉપશમથીજ આવે છે, ઉપશમ ઉપર માણસ ધારે તે ઘણુંજ ઝડપથી અને વગર મહેનતે સારી કાબુ મેળવી શકે છે, ઘણાખરા લોકો ઉપશમ ભાવની પાપ્તિ માટે જીજ્ઞાસુ હોવા છતાં તેમાં પ્રવૃત્તિ કરતા નથી, તે તેમની ભુલ છે, માનસિક અને વાચનીક તેમજ શારીરિક આવેશના ઉપર ધીમે ધીમે કાબુ મેળવવાની ટેવ પાડતાં તે વાત તદન સહેલ થઈ પડે છે, દાખલા તરીકે એકાદ માણસનું અપમાન કરવામાં આવે તે તુરતજ તે ચીડાઈ જાય છે, અને બીજા કેટલાક માણો એવી પ્રકૃતિવાળા હોય છે કે તેઓને અપમાન કરવામાં આવે તોપણ આવેશમાં આવતા કે ચીડાતા નથી અને, શાન્તભાવમાં રહી શકે છે. આ વાતની ખાત્રી કરનારથી અજાણ્યું રહેતું નથી માટે ઉપશમનું ખરૂ સ્વરૂપ સમજીને દરરોજ થોડાક વખત સુધી-શાન્તિ રાખવાને નિશ્ચય કર, આવી દરરોજ ટેવ પાડવી-બને તે તેને વધારતા જવું અથવા નાની નાની બાબતમાં પણ તેનો વારંવાર ઉપયોગ કરે–તે આવી રીત્યે કે આજે મારી સાથે કંઇપણ વિપરીત બાબત આવે તે પણ મારે મારી શાન્તિ જાળવી રાખવી ને મારું મન કલુશીત કરવું નહીં તેમ આવેશમાં આવીને કંઇ યદ્વા તવા બોલવું કે કંઈ આવેયુકત કાર્ય કરવું નહીં–પછી સાંજે તપાસવું કે મારાથી-મારી આજની નેમ કેવી રીત્યે પળાઈ તે તપાસતાં કંઈ ભુલ થઈ હોય તે તે બાબત આપણી નાલાયકી ચિંતવવી–અને ફરીથી આવી નાલાયકી દૂર કરવાને નિશ્ચય કરીને ફરીથી નવી નેમ ધારવી–આમ દરરોજ મહાવ રાખતાં અદ્ભુત ઉપશમ ભાવ પમાય છે, આ નિર્વિવાદ છે.
- ત્રીકરણ શુદ્ધિ. તત્વજ્ઞાનને શુદ્ધ બંધ અને તે ઉપર શ્રદ્ધા થવી, તેમજ તે શ્રદ્ધાપૂર્વક સદાચરણ રાખવાને દ્રઢનિશ્ચય-એ મનની પવિત્ર અને ઉચ્ચત્તમ શુદ્ધિ છે,
આ બુદ્ધ માર્ગ સાચેજ છે, એ બીજાને બંધ કરવા અથવા જરૂર પડે તે આ વાતની પુષ્ટીમાંજ બેસવું પણ તેનાથી વિપરીત બાબતને માટે બેસવું પડે તે-આ શુદ્ધ માર્ગને બાદ આવે નહીં તેવું જ બોલવાનો નિશ્ચય તે વચનશુદ્ધિ છે.
આ માર્ગની પરાકાષ્ટાએ પહોંચવા માટે અને બીજાઓને તે માર્ગની પરાકાષ્ટાની ટોચે પહોંચાડવા માટે જે કંઈ વર્તન કરવું પડે તે કાય (શરીર) શુદ્ધિ છે.
આવી ત્રણ પ્રકારની શુદ્ધિને ધારણ કરનારજ ખરે પવિત્ર માણસ છે, તેજ પૂજવા, વંદવા યોગ્ય માણસ છે, તેનું તપ, જપ, યાત્ર, વગેરે સધળી ક્રિયા સફળ થાય છે આવી શુદ્ધતા સમજ્યા વિનાની સઘળી ક્રિયાઓ, આ શુદ્ધિના જેવું પવિત્ર પરિણામ લાવવાને સમર્થ નથી. ગંગાજળની પેઠે ત્રણ શુદ્ધિ બને છે તેને ઘેર બેઠે નિરાશ થયાંજ કરે છે.
- આ જગતમાં અનેક જાતનાં કુળ છે, તેમાં ઉત્તમ ફળ પામવું એ પણ એક અહેભાગ્યથી વાત છે, જેમ શંખમાં વેતતા, અમૃનમાં મધુરતા, ચંદ્રમાં શીતળતા, પુષ્પમાં સુગંધ અને શેરડીમાં મીઠાશ, સ્વાભાવિક છે કે ને ઉત્તમ કુમામાં સ્વાભાવિક શુભ સામગ્રી