________________
૩૧૨
બુદ્ધિપ્રભા
કર્યો છે ! સત્ય અને સંપને સમૂળાં સળગાવી મૂકયાં છે ! અરેરે ! મહાર ભરત ! એક સમયના અલૈકિક સ્વર્ગ! આજ હારી આ શી દશા ! તું ઉપરથી ભપકો મારે છે ! પણ હાર કેટલાં બાળકે દુરાચાર, અનીતિ, વ્યભિચાર, કુસંપ, ગુલામગિરી, અને લેભને વશ પડી દુબળા થતા જાય છે ! ઉઠ! ભરત ! હેમને ઉદ્ધાર કર ! એક વારના મહારા પ્રાધિક પુત્ર ! મ્હારું ચારિત્રય અંગિકાર કર ! પુનઃ તું હારી પૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરી શકીશ ! ભરત ! હારાં સંતાને રીબે છે ! ઉંધીશ નહીં હૈ ! જાગ ! સાંભળ !
છાતભાવ સુહાવ, તાતની ભક્તિ પ્રકાશ તું ! જાગૃત કર સુખ હાવ ભરત પ્રજાગર થા હવે !
કલ્યાણ! કલ્યાણ!! ” એક મહાન બ્રહ્મનાદ થતાંજ એ દિવ્યમૂર્તિ અદ્રશ્ય થઇ. ભરતનાં નયને સમક્ષ માત્ર છાયા અને અંતરમાં માત્ર કણજ રહી ગયાં. ગત બેધ હજી અંતર ગ્રહે છે નથી ગ્રહેતું, ત્યાં તે પુનઃ પ્રચંડ બ્રહ્મનાદ જાઓ અને આકાશનાં પટ ફટમાં જણાયાં. દૂરથી એક ભવ્ય આમત્વ, રમે નયને અને દિવ્ય શરીરથી જાજવલ્યમાન ભીમપિતામહ યોગીરાજ ન્હાની ચી પાવડીના રૂપેરી ઘંટશા તીણા સૂર રેલવતા ભરતની અંતષ્ટિએ પડ્યા. છાયાજ માત્ર હતી એ એમણે હાથ ઉંચા કર્યો ને ભરતને આશીષ આપવા લાગ્યા. ભરતે કંઈક સાંભળ્યું –
“વત્સ! અર! પાછો ઉવવાને વિચાર કરે છે? ભારત ! આ શું? કયાં છે આપણે શુદ્ધ સનાતન ધર્મ, કયાં છે આપણી પ્રાચીન નીતિમતા? અનેક પિલા ઢોંગી ધર્મની ફસવણી હારે ત્યાં વધી ગઈ છે ! જાગ ! તારા ઘરમાં શુદ્ધ ધર્મ વેચાય છે—ધરાશાયી થયે છે! અધર્મ આચર થાય છે! પતિ પત્નિના ધર્મ, પિતા પુત્રને ધર્મ, ગુરૂ શિષ્યના ધર્મ, માતા પિતાના ધર્મ, ભાઈ ભાઈના અને સંતાનોના ધર્મ વીસરી જવામાં આવ્યા છે ! બ્રહ્મચર્યનું પાલન થતું નથી ! તારાં પામર બાલકે બાળલગ્ન તથા વિકારને વશ થઈ બ્રહ્મચર્યથી પરાગમુખ થતાં જાય છે ! પ્રજા નબળી પડતી જાય છે ! વકીલે પત્યેની પુજ્યબુદ્ધિ નષ્ટ થઈ છે ! મેહનું સામ્રાજ્ય પ્રસર્યું છે ! હાય! મ્હારા ભરત! હારી આ શી દશા ! સુખોલીયાં સંતાને જોઈ એક વારની મહારી બાણ-અધ્યા સ્મૃતિમાં આવે છે ત્યારે બળી ઉઠાય છે ! જાગ ! ભરત ! કર્તવ્ય પરાયણ, ધાર્મિક, બ્રહ્મચારી, કર્મવીર થા ! મ્હારા ચરિઅને અંગિકાર કર!
કર્તવ્યનિષ્ઠ બની અમર કે બહાચ જગાવજે !.
બનોને પ્રજાગર ભરત! હાવાં, દિવ્યતા રેલાવજે!” પિતામહ વાક્યામૃત સીંચી પાછા ફરતા જણાયા. પાછા ફરતાં પિતામહની મધુર પાવડી પગમાંથી નીકળી પડી. પિતાના આવા ભવ્ય સ્વપ્નની નીશાની તરીકે એ પાવડીએ. ઉચકી લઇ લેવાનું ભરતને મન થયું. પરંતુ એ અર્થે હાથ પસારતાં નિદ્રામાં ને નિદ્રામાં પિતાની પત્નિના કેશકલાપમાં ખૂકી રહેલી બે ગુલકળીએ બરતના હાથમાં આવી. નિદ્રામાંને નિદ્રામાં હેણે એ શિરપર મૂક્યાં. ગુલકળીઓને સ્થાનફેર શું સૂચવે છે? છાયા અદ્રશ્ય થઈ.
ભરતને એકલા પડવા જેવું લાગ્યું. ફરી નિદ્રામાં પડવા જાય છે ત્યાં તો સદામિની ચમકાર ઉભ, અને ધર્મ અર્જુન ને ભીમની ભવ્ય ત્રિમૂર્તિ એક પટ દૂર કરી આકાશી હયવાર થઈ ભરતની સમક્ષ આવી ઉભી. બંટારવ થશે અને ભારતે સાભળ્યું;