SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ બુદ્ધિપભા. એક સત્તાક રાજ્યપદ્ધતિ અને પ્રજાસત્તાક રાજયપતિ એ મૂલભૂત રાજ્યપદ્ધતિ (matterpolitics ) છે. એ બન્ને પદ્ધતિનું યોગ્ય સંમિશ્રણ કરીને રાજ્યપદ્ધતિ સ્થાપન કરી એટલે પ્રત્યેક તરફથી ઉત્પન્ન થતા ફાયદા મળશે, પરંતુ પ્રત્યેક તરફથી શું નુકસાન ટળશે. ઈરાનમાં એકસત્તાક રાજ્યપદ્ધતિનું અનાવધાન થવાથી ઇરાની લોકોને નાશ થશે, એથેન્સ નગરમાં પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિને અતિરેક થવાથી એથનીયન લોકોની અવનતિ થવા લાગી; માટે એકના કિંવા અનેકના હાથમાં અનિયંત્રિત સત્તા ન આપતાં, એને કાયદાથી અથવા “ - ન્સ્ટિટયુશન ધી મર્યાદિત કરવી જોઈએ; અને * કૌન્સ્ટિટયુશન’ને આધારે રાજ્યકારભાર ચલાવવા ઇએ. સારાંશ, સનદશીર રાજ્ય પદ્ધતિ (Constitutional (Government) સ્થાપીને, એ પદ્ધતિમાં એકસત્તાક રાજ્યપદ્ધતિ અને પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ એ બન્ને હિતકર તત્વનું એકીકરણ થવું જોઈએ. રાજસત્તા કાયદાથી અથવા " કન્સ્ટિટયુશન'થી મર્યાદિત હોવી જોઇએ, ત્યારે અલબત્ત કાયદા કેવા હોવા જોઈએ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એ વિષે એટોને મૂળ સિદ્ધાંત એવો છે કે, કાયદા કરતી વખતે રાજકર્તાએ હમેશ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે રાજકારણને વિષય વાદગ્રસ્ત હોઇને એ વિષે મતેષ કવચિત જ હોય છે, અને દેશની નૈસર્ગિક પરિસ્થિતી; લોકની રીતી અને જીવનપદ્ધતિનું રાજકારણ પર સદેવ પરિણામ થતું હોય છે. કાયદા કરતાં અને રાજકીય સંસ્થા સ્થાપન કરતાં લેકની દઢમૂલ થયેલી રીતિ તરફ દુર્લક્ષ આપવાથી, તાત્વિક દૃષ્ટિથી એ કાયદા અને એ સંરથી ગમે તેટલાં ઉત્તમ હોય તો પણ સમાજમાં સારાં ગણાતાં નથી, અને તેથી એમાંથી જોઈએ તેવું સારું પરિણામ આવતું નથી. એટલા માટે જ સમાજમાં જે કલ્પના જે રીતિ અને જે સમાજીક તેમજ ધાર્મિક સંસ્થા બધભૂલ થઈ હોય હેને અનુરૂપ પ્રકારના જ કાયદા સ્થાપિત કરવા એ ઈષ્ટ છે. ઉપર જણાવેલી મિશ્ર રાજ્યપદ્ધતિમાં સામાન્ય લોકોને રાજ્યક્ત અને અધિકારી થવાનો હક હોવાથી એ લોકોને પિતાની જવાબદારી ઉત્તમ રીતે બજાવતાં આવડે. માટે એ લોકોને સારું શિક્ષણ આપવું જોઇએ. (Those who are celect should be trained in habits of law, and lyc well-educated that they may bave a right judgement and may be able to select or reject men whoni they approve or disapprove its they are worthy of either ). રિપબ્લિક ” પ્રમાણે જ “પ્લાઝમાં પ્લેટોએ શિક્ષણને અતિ મહત્વ આપ્યું છે, અને શિક્ષણ ખાતાને મુખ્ય અધિકારી બહુજ મોટી ૫તાવાળે હોવો જોઈએ એમ કહ્યું છે. પરંતુ “ રિપબ્લિકમાં પડેટોએ સામાન્ય લોકોને શિક્ષણ આપવું કે નહીં; આપવું તે એ કયા પ્રકારનું હોવું જોઇએ એ સબંધિ કંઈ વિવેચન ક નથી. ફક્ત રાજયકર્તા કિંવા રાષ્ટ્ર સંરક્ષક અને સહાયક એ લોકેનું શિક્ષણ કેવું હોવું જોઇએ એટલું જ કહ્યું છે. પરંતુ લેઝ'માં સામાન્ય ના શિક્ષણ વિષે પણ પ્લેટોએ વિચાર ક્ય છે. એ લોકોને કંઈ નહી તે સાધારણ શિશણ ( General education ) તે આપવું જોઈએ એવું પ્લેટનું મત છે. - રાષ્ટ્ર વિસ્તાર વિષે પ્લેટનું મત એવું છે કે, રાબહુ મહેતું ન હોવું જોઈએ તેમ બહુ હાનું પણ ન હોવું જોઈએ. મહેટામાં એકય રહેતું ન હોવાથી હેને કારભાર પણ સુયંત્રિત રીતિથી ચલાવવો બહુ કઠિણ હોય છે. નાનું રાષ્ટ્ર હાય તે હેનું સ્વતંત્ર નષ્ટ થવાની ભીતિ રહે છે. માટે મધ્યમ વિસ્તારનું રાષ્ટ્ર સર્વોત્કૃષ્ટ ગણાય. સર્વ સ્થાવરજંગમ મિલકત
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy