SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સેટેની રાજકીય સુધારણું. ૨૮૯ ઉપર પ્રમાણે સૈનિકવર્ગને ઉત્તમ શિક્ષણ આપ્યા પછી એમાંથી જે વૃદ્ધ હોઈ દેશસેવામાં વિશેષ નિષ્ઠાવંત હોય પિતાના દેશબાંધવોનું સુખ એજ પોતાનું સુખ, તેથી વ્યતિરિક્ત પિતાનું અન્ય સુખ નહીં, એમ જે વિશેષતાથી માનતે હેય હેની નિમણૂક કરવી જોઈએ; અને પછી એને ભિન્ન ભિન્ન પરિસ્થિતીમાં ભિન્ન ભિન્ન પ્રકારની કસોટી કરવી: હેની સખ્ત પરીક્ષા લીધા પછી હેમાંથી જેની ભક્તિ, નિશ્રય, વૈર્ય વગેરે સગુણ અચલ રહી શકે તહેનાજ હાથમાં રાજ્યસૂત્ર આપવાં જોઈએ. ખરેખર જોતાં આ રાજકર્તાના વજ રાષ્ટ્રરક્ષક (uિardians the State) નામ આપવું અને બાકીના સેનિકોને સહાયક (Auxiliarics) નામ આપવું. રાષ્ટ્રરક્ષક સજ્યકારભાર ચલાવે; એ સાહાથક પર અને સામાન્ય જન પર પ્રેમ રાખી તેમાં વિશ્વાસ વધારી રાષ્ટ્રનું શત્રુથી સંરPણ કરે અને આ રીતે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના ઘટક ((artifices of freedom) બનાવે. સાહાધ્યકો અને સામાન્ય જનો રાજપ્રકરણમાં વિક્ષેપ ન કરતાં રાષ્ટ્રરક્ષકની આજ્ઞા પ્રમાણે ચાલી પિત પિતાના ઉદ્યોગ ધંધા યોગ્ય રીતે ચલાવે. વ્યક્તિમાં કિંવા રાચ્યાં ચાર ગુણ હોવા જોઈએ; તે નીચે પ્રમાણે –ગાન ({\iston ); હૈયે ( Courage); નિયમ (Tem perence) અને ન્યાય (ustice ) એટલે પ્રત્યેક વ્યક્તી અથવા વર્ગ બીજાના કામમાં ભાથું ન ઘાલતાં પિત પોતાનું કામ ચોખ્ખી રીતે કરે. ન્યાય ( Justice) એ શબદ પહેટોએ વિશેષ અર્થમાં વાપર્યો છે. એનું ભાષાંતર “સ્વધર્મ' એ શબ્દથી કરીએ તે ખોટું ન ગણાય. જે અર્થમાં ભગવદગીતામાં “ધર્મ' શબ્દ વાપર્યો છે તેજ અર્થમાં તેઓ Justice ફબ્દ વાપર્યો છે. વારૂટ ઉપર કહ્યા પ્રમાણે રાજ્યવ્યવસ્થા અમલમાં આવી એટલે જ્ઞાન (Wisdom) ને સદ્ગણ રાષ્ટ્રસંરક્ષકના વર્ગમાં વિશેષ રીતે આવશે; સદુગુણ સાહાયકના વર્ગમાં વિશેષ રીતે આવશે; નિયમને સદ્ગણ સામાન્ય લોકોમાં વિશેષ આવશે; અને ન્યાય કિંવા સ્વધર્મનિષ્ઠા ત્રણે વર્ગમાં સાંપડશે. આવી રાજ્યવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા જે રાષ્ટ્રમાં હેય તે રાષ્ટ્ર સર્વગુણસંપન્ન હોઈ સુખી કહેવાય. રાષ્ટ્ર સંરક્ષકની ઉપર પ્રમાણે નિમણુક કરી તેઓના હાથમાં અધિકારસૂત્ર આપ્યા પછી એક દંતકથા ઉત્પન્ન કરી સર્વના હાડમાંસમાં ખીલવવી જોઈએ એવું પ્લેટોનું કહેવું છે અને વિશેષતઃ સામાન્ય લોકોનાં મન પર આરંભથી એવું ઠસાવવું જોઇએ કે સર્વ વર્ગમાંના લેક-એટલે રાષ્ટ્ર સંરક્ષક, સાહાયક અને સામાન્યજન પિત પિતાના ગુણસહ ધરણીના ઉદરમાંથી નિર્માણ થયા છે. માટે સર્વેએ પિતાના દેશને માતા માની હેનું શવથી રક્ષણ કરવું જોઈએ, અને હેની સદૈવ સેવા કરવી જોઇએ. સર્વ એક જ માતાનાં હાઈ સર્વ બંધુ છે પરંતુ હેની રચનામાં પરમેશ્વરે ભેદ કર્યો નથી. રાષ્ટ્રસંક્ષકોને એણે સોનાના બનાવ્યા છે સાહાએકોને રૂપાના અને સામાન્ય લોકોને લોખંડ અથવા પિત્તળના બનાવ્યા છે. આ પરમેશ્વરના કરેલા નૈસર્ગિક ભેદને લીધે કઈ રાષ્ટ્ર સંરક્ષક તો કોઈ સહાયક થવા પાત્ર થયા છે. બહુધા સોનેરી માતપિતાને સોનેરી બાળક અવતરશે અને રૂપેરી માતપિતાને રૂપેરી બાળકે અવતશે અને એવી રીતે રાષ્ટ્ર સંરક્ષકોની અને સહાયકોની પરંપરા કાયમ રહેશે. પરંતુ એકજ કુટુંબમાં આ ભેદ હૈઈ કોઈ કોઈ વાર સેનેરી માતપિતાને રૂપેરી બાળક અવતરશે. રૂપેરી માતપિતાને સોનેરી બાળકે અવતરશે તેમ જ લોકપિલનાં માતપિતાને સોનેરી અથવા રૂપેરી બાળકે અવતરશે. વાસ્તવ પરમેશ્વરનું રાષ્ટ્રસંરક્ષકોને એવું કહેવું છે કે તેઓએ રાષ્ટ્રનાં સર્વ બાળકના ગુણ ધર્મની શુદ્ધ પરીક્ષા કરી સોનેરી માતપિતાને ઘેરી
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy