SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ બુદ્ધિપ્રભા. प्लेटोनी राजकीय विचारणा. (મળેલું.) સેટ પોતાના રાજકીય વિચારોનું સંપૂર્ણ વિવેચન ભિન્ન ભિન્ન પુસ્તકોમાં ભિન્ન ભિન્ન રીતે કરે છે. એનાં લખેલાં પુસ્તકમાં “રિપબ્લિક” નામક પુસ્તક અત્યંત મનનીય અને ભવ્ય છે. રિપબ્લિક” શબ્દ હાલમાં પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિના અર્થમાં વાપરવામાં આવે છે, પરંતુ પ્લેટોએ એ શબ્દ આ અર્થમાં ન વાપરતાં રાજ્ય સંસ્થાન ( State )ના અર્થમાં વાપર્યો છે. પિતાના “રિપબ્લિક' ગ્રંથમાં મરથ રાજ પતિ ilcal (Government) નિર્માણ કરવાને પ્લેટોએ પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકનું બીજું નામ “ ન્યાય વિષે { concerning Justic) છે. ન્યાય એટલે શું ? અને ન્યાયાખ્યાયના પરિણામ તરફ ન જોતાં ન્યાય વસ્તુતઃજ જાતેજ અન્યાય કરતાં સુખાવહ છે કે શું ? આ પ્રજાનું વિવેચન કરવું એ આ ગ્રંથને મુખ્ય ઉદેશ છે. પરંતુ ન્યાયને સદ્ગુણ, જેમ વ્યક્તિમાં આવે છે તેમ સમાજમાં પણ આવે છે–અરે સમાજમાં એ વધારે સ્પષ્ટતાથી દેખાઈ આવે છે. એટલે સમાજની ક્રાંતિ થવા માટે ઉત્તમ રાજય પદ્ધતિ કઈ, એ ઉત્તમ રાજ્ય પદ્ધતિ ચિરકાલ ટકે માટે રાજ્ય કર્તાઓનું શિક્ષણ કેવું હોવું જોઇએ ઇત્યાદિ મુદાનાં અનુષ્ણથી વિચાર કરી ન્યાયનું ખરું સ્વરૂપ અને નૈસર્ગિક સુખાવહ બતાવવાને મટાએ પ્રયત્ન કર્યો છે. Survival of the Filtest બલબીનું હિત એ ન્યાય ( Justice is the interest of the strongcr) ઈત્યાદિ ન્યાય વિષે પ્રચલિત કલ્પના બેટી છે એ બતાવી, ન્યાયનું ખરૂં સ્વરૂપ જેવા અને ન્યાય સ્વતઃસિદ્ધ સુખાવહ છે કે નહીં એ ડરાવવા, મરથ રાજ્ય પદ્ધતિ બનાવવી શકય છે. એમ કહી એ બનાવવા પલેટેએ આસ્તા કર્યો છે. મનુષ્યને પરસ્પર જરૂરીયાત લાગે છે માટે સમાજ અસ્તિત્વમાં આવે છે. પ્રત્યેક વ્યક્તિમાં વિશિષ્ટ પ્રકારના ગુણ કિવા ત્તિ હોય છે અને તદનુરૂપ એ છે અથવા ઉધોગ કરે છે, અને એ રીતે નૈસર્ગિક પાત્રતા ( Natural aptitude ) ના તવ૫ર રહેલી શ્રમવિભાગ પદ્ધતિને ફાયદો લઈ સમાજ પિતાનું જીવન ચલાવે છે. પરંતુ કાલાંતર પછી તમામ મોટા થઈ હેના તાબામાં આવેલી જમીન ને ચાલી રહેતી નથી, અને પાડોશીની થોડીક જમીન લેવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે અને આથી સૈનિક કિંવા ક્ષત્રીય વર્ગ નિર્માણ થાય છે. જેમ સર્વજ વ્યક્તિ શેત કરી અથવા તે વ્યાપારી થવા પાત્ર નથી હોતી તેમજ સર્વજ સનિક થવા પાત્ર હતી નથી. વળી યુદ્ધફલ અન્ય કલાઓ કરતાં અધિક કડિન અને મહત્વની છે. એટલે જેના અંગમાં નૈસર્ગિક ક્ષત્રિય હોય તેઓનેજ સંનિક બનાવવા જોઈએ. આ સિનિક રાજ્ય સંરક્ષક ( (jualians of chtslie) થાય અને નિમણુક કઈ પાત્રતાથી તેની પછી હેને ઉત્તમ વતીનું શિક્ષણ આપવું જોઇએ. આ રાજ્ય સંરક્ષના સંગમાં સ્વાભાવિક રીતેજ ઓજસ્વીને સૌમ્ય સદગુણનું ગ્ય સંમિશ્રણ થયું હોઇએ શરીરમાં બલિષ્ટ હવે જોઈએ અને તેના અંતમાં ચપલતા વૈર્ય વિગેરે ગુણ હોવા જોઈએ. એ પિતાના દેશબાધવે સાથે અજ્ય અને પ્રેમથી રહેનાર અને શત્રને નિષ્ફરપણે શાસન કરનાર હોવો જોઈએ. અને આ હેના સિગિક ગુણોનો સુચ્છું વિકાસ થાય માટે તેના હાનપણથી ઉત્તમ પ્રકારનુ શારીરિક, દ્ધિક, નૈતિક અને ધાર્મિક શિક્ષણ આપવું જોઇએ.
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy