________________
પણ પર્વનું ઉદ્યાન અને તેમાં ઉચિત ફેરફાર.
૧૩૫
આવે છે. આ પર્યુષણ પર્વને લાભ કેવળ જેને નહિ પણ અન્ય ધર્મવાળા પણ લઈ શકે. સવારમાં બે કલાકને રામય આઠ દિવસ સુધી કાદ તે તે કામ થઈ શકે. વળી તેમાં બધા ઉપગી મુદ્દાઓ ચર્ચાવાના હોવાથી તીર્થંકરના અને આચાર્યોનાં ચરિત્રે સાંભળતાં ઘણેજ રસ પડે અને જે બંધ થાય તેથી જરૂર શાતાના તે વખતના ભક્તિવાળા હૃદય પર પ્રબળ અસર થયા વિના રહે નહિ.
દાનની પ્રણાલિકા. જૈન કેમ દાન અને ઉદારતા માટે પરાપૂર્વથી મશહુર છે, અને અત્યાર સુધી તે બિરૂદ તેણે થોડા ઘણા પ્રમાણમાં જાળવી રાખ્યું છે. પણ હાલને સમય કે છે, તેને વિચાર કરવામાં આવતું નથી. અને ગાડરીઆ પ્રવાહ પ્રમાણે જે ચલે પડ હોય તેજ ચીલે ચાલવામાં આવે છે. એક વિદ્વાને કહ્યું છે કે “ધણુ મનુષ્ય રૂકીથી દયાળ હોય છે, પણ ખરા પ્રેમથી દયાળ હોય એવા ઘણા ઓછા છે.” ખેદની સાથે કહેવું પડે છે કે આ શબ્દો અત્યારે જોન કોમને મેટે ભાગે લાગુ પડે છે. એક મનુષ્ય તીર્થસ્થળને સંઘ કાઢી દશ હજાર કે તેથી પણ વધારે રકમ ખરચે, અને તે જ મનુષ્ય એક જૈન વિદ્યાર્થીને ચેપડીઓ સારૂ દશ રૂપિયા આપવા કે એક સીજાતા જૈન બંધુને એક દિવસનું ભેજન આપવાની ના પાડે તેને અર્થ શું તે જરા શાંત મનથી વિચારો. દાનની પ્રણાલિકામાં ઘણા ફેરફારની જરૂર છે શાસ્ત્રો કહે છે કે જે સમયે જે ક્ષેત્ર ડુબતી હાલતમાં હોય તે ક્ષેત્રને ઉદ્ધાર કરવા જેવું બીજું એક પણ પુષ્ય નથી. અત્યારે ચારે તરફથી જે નાદ સંભળાય છે કે શ્રાવક્ષેત્ર સારી સ્થિતિમાં નથી, તે શ્રાવકને કેળવવા અને તેમને પંપે પાડવા જે પ્રયત્ન કરવામાં આવતા હોય તે પ્રયને બને તેટલી મદદ કરવી એ ધનિકબંધુઓનું પ્રથમ કર્તવ્ય છે. વર
ડાઓમાં, ખાવાપીવામાં, અઠ્ઠાઈ મહોત્સ, લ્હાણીએ, ઉજમણુઓ-એ બધા કરતાં પણ શ્રાવકોને મદદ કરવી તે પ્રથમ કર્તવ્ય છે. આમાં પણ યાદ્વાદ ધર્મઆપણે યાદ રાખવું જોઈએ. પ્રથમ જણાવેલાં ખાતાંઓને મદદ ના કરવી તેમ કહેવાને હેતુ નથી. પણ આ શ્રાવકોદ્ધારની બાબતમાં સિા કરતાં વિશેષ લક્ષ આપવાની અત્યારે જરૂર છે. એમ તે કદ્યા વિના ચાલે તેમ નથી. મંદિરને ભલે શણગારે, પણ પ્રથમ મંદિરની મૂર્તિના પૂજકે ઉભા કરે. શ્રાવકની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે, તેના કારણે તપાસે. તે કારણોને દૂર કરે. જેન કેસમાં એક પણ વિદ્યાર્થી અભણ ન રહે તેવી ગોઠવણ કરે. જેન કેમમાં એટલું બધું ધન ધર્મમાર્ગમાં ખચાય છે કે તે બધાને મોટે ભાગે આ જ્ઞાનની પ્રણાલિકામાં વહેવરાવવામાં આવે તે આ કામ ઘણું વરાથી થઈ શકે તેમ છે, આપણા જૈનબંધુઓ પ્રત્યેના સ્વધર્મબંધુઓ પ્રત્યેના ખરા પ્રેમથી તેમને મદદ કરવા પ્રેરાઓ એટલે જરૂર આપણે દાનનું ધણુંજ ઉજવળ ફળ મળશે.