SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ બુદ્ધિપ્રભા પ્રતિક્રમણ, પ્રતિકમણની રૂડીમાં પણ મેટા ફેરફારની જરૂર છે. દેશકાળને અહીં પણ વિચાર કરવાને છે. પ્રતિકમણની ભાવના સંબંધમાં મારે અને કંઈક કહેવાનું છે. તેની ભાષા માગધી છે. પ્રતિક્રમણ કરવા આવનારમાંથી કેટલા થોડા તે ભાષાને સમજે છે? જો તે ન સમજતા હોય તે તેમના જીવન પર તેની શી અસર થાય? ભેંસ આગળ ભાગવત વાંચવા જેવી આ સ્થિતિ શું શોચનીય નથી? મહાવીર પ્રભુના સમયમાં મગધ દેશમાં માગધી ભાષા ચાલતી હતી, માટે મહાવીર પ્રભુએ તે ભાષામાં બોધ આપે કારણ કે ઘણા લેકે તેને લાભ લઈ શકે. પ્રભુ સંસ્કૃત ભાષાથી અપરિચિત હતા એમ નહતું પણ __ बाल स्त्रीमन्दमूर्खाणां नृणां चारित्र काक्षिणाम અનુષાર્થ તરસ : સિદ્ધાન્ત: પ્રાતઃ તાઃ | બાળકે, સ્ત્રીઓ, મદ્ બુદ્ધિવાળા અને માર્ગ પણ ચારિત્રની ઈચ્છાવાળા મનુષ્ય ઉપર ઉપકાર કરવાને તત્વના જાણકાર પુરૂએ સિદ્ધાતના પુસ્તક પ્રાકૃત ભાષામા-માગધી ભાષામાં રહ્યા. મોટા પુરૂષની કેટલી દયા ! કેટલી લે કોનું કલ્યાણ કરવાની અભિલાષા ! તે પછી સિદ્ધસેન દિવાકરે તે પ્રચલિત માગધી ભાષા બકીને સંરક્ત જેવી કેળવાયેલાજ જેને લાભ લઈ શકે તેવી ભાષામાં તે સૂત્રે ફેરવવા પ્રયત્ન કર્યો, ત્યારે સંઘે તેમને સંઘ ખ્વાર મઢ્યા. આ સંઘનું પગલું લોકકલ્યાણની દૃષ્ટિથી ઘા વ્યાજબી હતું. પણ હવે દેશ કાળ બદલાયો છે. હું ચાલતી ભાષા નથી સંસ્કૃત કે નથી માગધી-આપણી અહીંની ચાલતી ભાષા ગુજરાતી છે તે તેમાં પ્રતિકમણ પણ કેમ ન થવું જોઈએ? પાક્ષિક કે ચાતુર્માસિક કે સંવત્સારીના પ્રતિક્રમણ વખતે જે સમયે અતિચાર બોલવામાં આવે છે, ત્યારે લોકોને અતિશય હર્ષ થાય છે તેનું કારણ તમે જાણે છે? કારણ એજ કે તે અતિચાર ગુજરાતી ભાષામાં વાયા છે, અને લેકે તે રામજી શકે છે. જે સમજાય તેમાં લાકે રસ લે, અને જે વતુમાં રસ લેતા થાય તે પ્રમાણે વર્તન કરતા પણ જણાય. નહિ તે ૫૦ વર્ષ સુધી પ્રતિક્રમણ કરનારની સ્થિતિ પ્રથમ દિવસે તેની શરૂઆત કરી, તેવી તેવી રહે તે પછી તેને લાભ શો! માટે આ અગત્યના ફેરફારની ઘણી જ જરૂર છે. વળી સાંવત્સરિક ક્ષમાપનાને કે ઉચ્ચ ઉદ્દેશ છે, તે તો જરા લક્ષમાં લે. મનુષ્ય દરરોજ પ્રતિક્રમણ કરી પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવું, તે ન બને તે પખવાડીએ તે કરવું, તે ન બને તે ચાર માસે તે કરવું, અને તે ન બને તે વર્ષે દહાડે તે અવશ્ય પ્રતિક્રમણ કરવું. કોઈ પણ રીતે જીવ પાપકર્મથી નિવૃત્ત થઈ સત્યમ તરફ વળે, રાગદ્વેષ દૂર કરી ક્ષમા અને પ્રિમના માર્ગને
SR No.522098
Book TitleBuddhiprabha 1917 11 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size960 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy