________________
પર્યુષણ પર્વનું ઉદ્યાન અને તેમાં ઉચિત ફેરફાર
૧૩૩ હેય, અને એક કે બેવાર એકશન કે ઉપવાસ કરવામાં આવે તે શરીરના નિગ્રહ સંબંધી જે લાભ ઉપર આપણે વિચારી ગયા, તેવો ભળવાને અસંભવ છે.
ઉપવાસમાં બીને પણ લાભ રહેલે છે, જે આધ્યાત્મિક છે, જે ઘણેજ તત્ય છે. ઉપ એટલે મારે અને વ એટલે રહેવું. આત્માની પાસે રહેવું આત્માની સમીપમાં વસવું. એનો અર્થ એ છે કે જે દિવસે ઉપવાસ કર્યો હોય તે દિવસે કણ નહિ કરતાં, પારકી કુથલી નહિ કરતાં, આર્ત અને રિદ્રિધ્યાનને ત્યાગ કરી મનને શુભ વિશેનું ચિંતન કરવામાં રોકવું. ચરિવની ઉચ્ચ ભાવનાઓની, ઉમદા સદ્ગુણોની મહત્તા વિચારવામાં દિવસ ગાળવે. મહાપુરૂનાં ચરિત્રે વાંચવાં કે સાંભળવાં સત્સંગ કરો. સાધુ પુરૂના સહવાસમાં આવવું આત્મનિરીક્ષણ કરવું. પોતાના ગુણદેષનું નિષ્પક્ષપાત રીતે બારીક આવેલેકિન કરવું. તે ગુણામાં કેમ વૃદ્ધિ થાય તેનું ચિંતન કરવું તે દે શા કારણેથી ઉદ્ભવે છે, તેને વિચાર કરી તે તે કારણે દૂર કરવાનો પ્રયત્ન કરવાનો નિશ્ચય કરવો, સર્વ જીવે પર મત્રીભાવના ભાવવી. આવી આવી અનેક રીતે રાંસારના પ્રારંગિક પદાર્થોમાંથી મનને અંતરમુખ વાળવું. મનને આત્માભિમુખ કરવું. આ બધું ઉપવાસને દિવસે કરવાનું છે.
પર્યુષણમાં બીજું કામ વ્યાખ્યાન શ્રવણ કરવાનું છે. આપણે પરમપૂજ્ય તીર્થંકરનાં ચરિત્ર શ્રવણ કરવા જેવું અમૂલ્ય પ્રસંગ બીજે કયે હઈ શકે? પણ સ્થિતિ કેવી છે? પર્યુષણમાં પહેલા ત્રણ દિવસ સુધી પરચુરણ ગમે તે વાંચવામાં આવે છે, અને સંવત્સરી સિવાયના છેલ્લા ચાર દિવસમાં અમુક પાનાં પૂરાં કરવાં જ જોઈએ, આવી સ્થિતિ હોવાથી મુનિરાજોને છથી આઠ કલાક સુધી દરરોજ ચાર દિવસ સુધી મેટે ઘાટે પાડી વાંચવું પડે છે, અને લે કેને પણ તેટલેજ સમય એકજ સ્થાનમાં બેસી રહેવાની જરૂર પડે છે. શું તમે એમ ધારે છે કે લેક એટલા લાંબા સમય સુધી એક ચિત્તથી તે શ્રવણ ફરતા હશે? તમે જોશે તે કેટલાક એકાં ખાતા હશે, કેટલાક ઉંધતા હશે, અને પાછળ બેઠેલા કેટલાકે નકામી કુથલી કરતા હશે. આવી સ્થિતિમાં તે ચરિત્રની શાતાના મન પર કેવી રીતે અસર થઈ શકે? કલ્પસૂત્ર ૨૧ વાર સાંભળે તે મને અધિકારી થાય એ વચન શું સત્ય નથી ! વચન તે સત્ય છે, પણ તેની સત્યતા ત્યારે જ ખરી થાય કે જ્યારે વાંચવાની અને સાંભળવાની પદ્ધતિમાં માટે અને ઉપગી ફેરફાર થાય. એક સાધુએ મને આજેજ કહ્યું હતું કે ગઈ કાલ છ કલાક સુધી વાંચવા કરી અને ઘાંટા પાત્રને મારૂ તે ગળું થાકી ગયું. જ્યાં ગળું દુઃખી જાય તેટલે સુધી વાંચવાની ફરજ પાડવામાં આવે ત્યાં વાંચનારને તે બાબતમાં રસ કેવી રીતે રહે ! અથવા તે બીજાને બેધપ્રદ થાય તેવી રીતે વ્યાખ્યાન કરી શકે ? અને સાંભળનાર પણ