________________
૧૩૨
બુદ્ધિપ્રભા.
*
માગે છે. ઉપવાસ કરનારને વમન થાય અથવા રેચ લાગે તે તેમાં ગભરાવા. જેવું નથી. તે શરીરમાંથી મળ કાઢવાના કુદરતના પ્રયત્ન છે. ઉપવાસ કરવાથી શરીર મળરહિત–એટલે નિર્મળ બને છે. પણ આ ઉપવારને લાભ આપણા જૈનબંધુઓ ઉપવાસ કરવા છતાં પામી શકતા નથી તેનાં કારણે છે. ઉપવાસ કરવાનું હોય તેને આગલે દિવસે સાંજે શરીરને અનેક પ્રકારના રે ખોરાકથી ભરવામાં આવે છે, એટલે જઠરાગ્નિની ઘંટીને ઉપવાસને દિવસે પણ પુષ્કળ કામ કરવાનું બાકી જ હેય. વળી ઉપવાસ પછીના દિવસે-પારણા વખતે-પણે અનેક પ્રકારની વાનગીઓ અને ભારે ખેરાકથી શરીરને કરવામાં આવે છે. કુદરત બીચારી શું કરે? જઠરાગ્નિ કેવી રીતે નવરી પડે કે અંદરને મળ સાફ કરી શકે ? આપણામાં ઉપવાસને ચતુર્થ કહેવામાં આવે છે, તેને અર્થ આપણે ભૂલી ગયા છીએ, અને તેથી એ ટી રીતે આપણે વર્તએ છીએ. ચતુર્થ એટલે ચાર-આપણે ચાર ટંકને આહાર ન લઈએ ત્યારે ઉપવાસ કર્યો કહેવાય. તે આ પ્રમાણે છે. ઉપવાસને આગલે દિવસે એકાશન કરવું, ઉપવાસને દિવસે બે વાર ન ખાવું, અને ઉપવાસ પછીના દિવસે પણ એકાશન કરવું. આ રીતે ચાર ટંક ન ખાવામાં આવે ત્યારે જ ચતુર્થ ઉપવાસ પરે ય કહેવાય. આ હેતુ થીજ બે ઉપવાસને છઠ્ઠ કહેવામાં આવે છે. એટલે તેમાં છ ટફ અહાર ન લે. અને ત્રણ ઉપવાસને અઠ્ઠમ કહેવાનું પણ આ જ કારણ છે. અડ્રમ-એટલે આઠવાર ત્રણ ઉપવાસના છે ટંક અને આગલે દિવસે એકાસન કરવું અને અઠ્ઠમ પછી એકાસન કરવું. એ રીતે આઠ ટંક સુધી ભેજન ન લેવું. આ બધાને હેતુ એ કે ઉપવાસને આગલે દિવસે અથવા ઉપવાર પછીના દિવસે શરીરમાં વધારે ભાર નાખવામાં ન આવે. ઉપવાસ કરવાને હેતુ શેર શરીર અને ઇન્દ્રિયે આપણું મનના કાબુમાં રહે, અને આપણી સેંદ્રિય સંયમમાં આવે. પણ શું આ લાભ પ્રાપ્ત થઈ શકે છે? શું ઉપવાસ કરનાર ક્રિય બની શકે છે? બીલકુલ નહિ, કારણ કે ઉપવાસને હતુ તેઓના કન્યામાં આવ્યે નથી. ઈરછાને રાધ એજ તપનું રહસ્ય છે, એ તેઓ રામજતા નથી. ઈન્દ્રિયો અને શરીરની ઈચ્છા વિરૂદ્ધ તેને દાબવાને આ પ્રયત્ન છે. પણ એક કે બે દિવસ આ પ્રમાણે દાબવાને પ્રયત્ન થાય અને પછી સર્વથા તેને છૂટી મૂકવામાં આવે તે ગ્ય લાભ શી રીતે પ્રાપ્ત થઈ શકે? માટે તપનું બરાબર રહસ્ય સમજે. આપણું રુચિ કરતાં ડું ખાવું, તે પણ તપ છે, અમુક રસને અમુક દિવસે ત્યાગ કરે તે પણ તપ છે. અમુક સ્વાદિષ્ટ પદાર્થ થાળીમાં પીર સયું હોય, તે વખતે મનને અને છઠ્ઠાઈન્દ્રિયને કાબુમાં રાખી તે ન ખાવું તે પણ તપ છે. આવી જાતના તપ જે દરેજ કરવામાં આવે તે તપનું રહસ્ય સમજાયું છે, એમ કહેવાય. બાકી બારેમાસ ઇનિને સર્વથા પિષવામાં આવતી