________________
હવે આપ નૃપાલ છે.
૧૪૩
નિયમ પ્રમાણે, બાપા પાસેથી પુત્રમાં ઉતરી આવી, અને નબેન્દુ શેખરનું મસ્તિષ્ક અંગ્રેજો પાસે, પવનથી ઝૂલત. છોડની પેઠે ઉચું નીચું હાલવા માંડયું.
જે કુટુમ્બમાં તેનાં લગ્ન થયાં હતાં ત્યાં આથી ઉલટી જ રહી હતી. તે કુટુમ્બમાં વડા પુત્ર પ્રમથના, રાગને હાલ અને દરેક ઓળખીતાનું માન મેળવ્યું હતું. તેનાં સગાં અને તેના ઓળખીતા તેને દરેક બાબતમાં આદર્શ માનતા હતા. પ્રમથનાથ વિશ્વવિદ્યાલયને બી. એ ની ઉપાધીધારક હતો અને વધારામાં, તેનામાં બુદ્ધિ હતી. પણ તે કઈ હેટી સરકારી પદ્ધીપર ન હતો; પગાર પણ હોટે નહ; તેમ તેની લેખીનીથી તે કાંઈ લાગવગ ધરાવતું ન હતું. વળી એ એક પણ સત્તાધારી નહતે કે જે તેને મદદ કરે કારણ પ્રમથનાથ અંગ્રેજોથી જેટલા તેઓ તેનાથી અળગા રહેતા તેટલેજ અળગો ને અળગા રહેતા હતા. આથી તે માત્ર તેના કુટુમ્બ અને મિત્રાદિમાંજ દીપી નીકળતું, અને તેથી વધારે આગળ માનપાન મેળવી શકતા નહિ.
છતાં પ્રમથનાથે એક વખત ત્રણ વર્ષ સુધી ઇંગ્લેન્ડની મુસાફરી કરી હતી. ઈગ્લેન્ડમાં મળેલી માયાળુ પરેણુગતથી તેના પર એટલી બધી અસર થઈ હતી કે તે તેના દેશનું દુઃખ વિસરી ગયા હતા અને પાછો ફર્યો ત્યારે તેણે અંગ્રેજી પિપાક ધારણ કરી દીધા હતા. શરૂઆતમાં આથી તેનાં ભાઈ બહેનને દુઃખ થતું પણ, થોડા દિવસ પછી તેમને લાગવા માંડયું કે પ્રમથનાથના જેટલાં, અંગ્રેજી કપડાં બીજા કોઈને શેભતાં ન હતાં. અને ધીરે ધીરે તેના માન અભિમાનમાં તેઓ પણું ભાગ લેવા મંડયાં.
ઇંગ્લેન્ડથી પાછા ફરતાં પ્રમથનાથે નક્કી કર્યું હતું કે હિન્દવાસી અંગ્રેજો સાથે સરખાપણાના હક્કથી શી રીતે ભળવું તે દુનીઅને તેણે બતાવવું. જે જે હિન્દીવાને ધારે છે કે આ મિલાપ અસંભવિત છે, અને નીચા પડી સલામ કર્યા વિના તેમ થાય જ નહિ, તે સ્વમાન બીલકુલ જાણતાજ નથી અને અંગ્રેજેને અન્યાય આપે છે-એમ અમથનાથે ધાર્યું.
વિલાયતથી ઘણા જાણીતા અંગ્રેજોના ઓળખાણપત્ર તે સાથે લેતે આવ્યું હતું, અને આથી તે હિન્દવાસી અંગ્રેજો સાથે ઓળખ પામ્યો. તે અને તેનાં પત્ની અંગ્રેજોને ત્યાં ચાહ, જમણ, રમતગમ્મત વિ૦ ની પરેગત ચાખવા લાગ્યાં. આવા સદ્ભાગ્યથી તેને વિશે ચઢયે અને તેના શરીરની નસેનસમાં તેને ગુલબુલા થવા લાગ્યાં.
આ અરસામાં, એક નવીજ રેલ્વે ખુલતી હતી, જેથી શહેરના આગેવાનોને, એફીસરોના પ્રસાદરૂપે, લેફટનન્ટ ગવર્નર તરફથી તેમાં પ્રથમ મુસાફરી કરવાને આમંત્રણ થયું હતું. આ મંડળમાં પ્રમથનાથ હતા. પાછા ફરતી વખતે