________________
૧૨૪
બુદ્ધિકભા.
(૧) પાદરા જૈન શાળાનો વાર્ષિક ઇનામ સમારંભ.
શ્રી પાદરા જન શાળાના તમામ છોકરાઓ, કન્યાઓ તથા શ્રાવકાઓની પરીક્ષા લેવાયા પછી તેમાં ફતેહમંદ નીવડેલા વિદ્યાર્થીઓને તથા કેન્ફરન્સ તરફથી લેવાયેલી ધાર્મિક ઇનામી હરીફાઈમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને રોકડ, ઈનામ, પુસ્તકો તથા પ્રમાણ પત્રે વહેંચી આપવાને એક દબદબા ભ મેલાવડે પાદરા મુકામે શ્રી પર્યુષણમાં ચિદસના રોજ સવારે ૮ વાગતાં જૈનશાળાના વિશાળ મકાનમાં ભરાયે હતો. પ્રમુખ સ્થાન ગઈ જન કેનિફરન્સના પ્રમુખ ડે. બાલાભાઈ મગનલાલ નાણાવટીને આપવામાં આવ્યું હતું તેઓ આ સમારંભ માટે વડેદરેથી ખાસ પધાર્યા હતા. મેળાવડામાં સકળ શ્રી સંધ, સાધ્વીજી મહારાજ શ્રી કમળાશ્રી તથા સંસારીપણે પાદરાનાં જ વતની શ્રીકંચન શ્રી તથા ગામને અમલદાર તથા વ્યાપારી વર્ગ તથા સ્ત્રી વર્ગ હાઝરી આપી હતી.
શરૂઆતમાં પ્રમુખ સાહેબની ચુંટણી થવા પછી આ શાળાને માટે ખાસ પ્રય સેવનાર અત્રેના પ્રતિષ્ઠીત વકીલ મોહનલાલ હીમચંદે શાળાની સંરથાપના, તેમાં પડેલી મુશીબતે, હાલની સ્થિતિ વગેરેને લંબાણ ઈતિહાસ કહી બતાવ્યા પછી શાળાના સેક્રેટરી શા. ડાહ્યાભાઈ વનમાળીદાસે જૈનશાળાને રીપોર્ટ, પરિણામ, આવેલી મદદ તથા સ્થિતિ સંભળાવ્યા બાદ, વકીલ છેટાલાલ નહાલચંદે સમાચિત ભાષણ કરતાં પિતે નવકાર પણ ભૂલી ગયાનું જણાવી બેસતાં ર. નંદલાલભાઈ વકીલે લંબાણું વિવેચન કરતાં, વકીલ ત્રીભોવનદાસે વકતાઓ બોલે તેવું ચાલવા વગેરે જણાવી બેસતાં વકીલ મેહનલાલ હીમચંદ ધામિક કેળવણી ઉપર છટાદાર વિવેચન કરવા પછી રો. કેશવલાલ દલપતભાઈ તથા લાલભાઈ કસ્તુરચંદ, જૈનશાળાના માસ્તર તથા રા. પાદરાકરના વિવેચને થયાં હતાં છોકરાઓ તથા બાળાઓનાં સંગીત, વાદવિવાદ, તથા ગરબી, લેકે વગેરે ઘણું જ આકર્ષક નિવડયાં હતાં કે જે ઘણાં ખરાં . પાદરાફરે તૈયાર કર્યા હતાં. તે પછી અત્રેના વહીવટદાર સા. શા. દિવેટીઆ સા. એમણે ધર્મ એ શબ્દપર લંબાણ ઉહાપોહ કર્યો હતે. તે પછી છોકરાઓને મે. પ્રમુખ સાહેબે ઈનામે વહેંચી આપ્યાં હતાં. તથા છોકરીઓ તથા સ્ત્રી વર્ગને સાધ્વી મહારાજ શ્રી કમીશ્રીએ ઈનામો વહેંચી આપ્યાં હતાં, કેનફરન્સ તરફનાં ઇનામે પ્રમાણપત્રો વગેરે પણ પ્રમુખ સાહેબે વહેંચી આપ્યાં હતાં, જનશાળાના મારતને પણ રેશમી અબેટી, અંતરાણું વગેરે આપવામાં આવ્યાં હતાં. સં