________________
બુદ્ધિપ્રભા
तिहासिकदृश्य.
છે
ય–વન-નિકા."
(અનુવાદ
–રા, બાબુરાવ. ગ, ઠાકોરબી. એ.)
Li
-
Fi
-
આ
બર કુલમાં ઉત્પન્ન થએલી આ શાળા હિંદુસ્તાનના એક મહાન પણ કમનશીબે રાજ્યકારભાર ચલાવવામાં અકુશળ પાદશાહ
ઔરંગઝેબની પુત્રી થાય. તેને જન્મ મુસલમાની મહિના શવાSી લની ૧૦ મી તારીખે હિજરી સંવત ૧૦૪૮, એટલે ઈ. સ. ૧૬૩૯
ના ફેબ્રુઆરીની ૫ મી તારીખે થયે હતો. તેનું ખરૂં નામ બન્દા બેગમ હતું, પણ પાછળથી તે ક્યુબ-ઉન-નિસ તરીકે ઓળખાવા લાગી, અને હાલ પણ તે એજ નામે પ્રખ્યાત છે.
હિંદુસ્તાનના ઈતિહાસમાંના કેટલાક વિખ્યાત પુરૂનાં નામ અને જીવનનાં ખરું સ્વરૂપને પશ્ચિમના ઇતિહાસ કર્તાઓએ કેવી રીતે ફેરવી નાંખ્યા છે એ વાત કોઈથી અજાણી નથી, અને એજ ન્યાયે યમ–ઉન-નિસાનું જીવન વૃત્તાંત પણ તેમની અન્યાયી કલમને ભેગા થઈ પડી છે. જે કાંઈ ડું વધારે તેઓએ આ શાહજાદી વિષે લખ્યું છે તે પ્રમાણમાં ઘણું જ અલ્પ છે, અને તેમાં સત્યતાના અંશ ઘણુજ છેડા છે.
પરંતુ હિંદુસ્તાનના ઈતિહાસના એક જાણીતા લખનાર-મી. ઇલિયટે પિતાના ઇતિહાસમાં માસીરે આલમગીરી નામના તે સમયના અતિહાસિક ગ્રંથ માંથી નીચેના શબ્દ ટાંકયા છે અને તે ઉપરથી ન્યાયી વાંચકવર્ગ આપણી નાયિકાના સંબંધે અપક્ષપાત મત બાંધી શકશે. તે પુસ્તકને ગ્રંથકર્તા લખે છે કે “ પાદશાહ પિતે જાતેજ પિતાની હાલી પુત્રીને શિક્ષણ આપતે અને તેની પાસેથીજ તે કુરાન શીખી અને જ્યારે તે બરાબર શીખી રહિ ત્યારે પાદશાહે તેને ૩૦,૦૦૦ અશરફી ઈનામમાં આપી. તેને અરબી અને ફારસી એમ બે ભાષાનું જ્ઞાન હતું. એ બે ભાષાની લખવાની તથા બલવાની ગદ્યની તથા પવની કેટલીક ખુબીઓ તે સારી રીતે જાણતી. ઘણા વિદ્વાને, પંડિત અને એ ભાષાઓના લેખકોને તેણે પિતાની નેકરીમાં રાખ્યા હતા, જેઓ તરફથી અસંખ્ય પુસ્તકે તેમને અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ પ્રકારનાં પુસ્તકોમાંનું એક ઝબ-ઉલ-તફસીર ઉષે કેરન-ભાળ્યું હતું. એને લખનાર
૧. ઇસ્ટ એન્ડ વેસ્ટ ઉપરથી.