SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા -~-~~ - ~~ ~-~ ~ - ~ છે. આપણા પ્રાંતમાં આ કોટિનાં માસિકોને લગભગ અભાવ છે, અને તે દરમિયાન આ માસિક જનસમાજમાં સ્તુત્ય સેવા બજાવી રહ્યું છે તે આવકારદાયક અને ઉત્તેજનને પાત્ર છે સુન્દરી સુબોધ. (જુનઃ ૧૯૧૭ અમદાવાદ.) સુન્દર, દળદાર અને સ્ત્રી પોગી વિવિધ લેખોથી ભરપૂર આ માસિકપત્રના છેલાજૂન મહિનાના અંકમાં તરેહવાર વાનીઓ પીરસાયેલી છે. છે. હરિપ્રસાદને “” વિષય પરનો હાને લેખ કઈક નવું જાણવાનું આપે છેઃ ઉપકાર સાથે અમે તે લેખ અહીં ઉતારી લઈએ છીએ: “ જૂ’ ત્રણ જાતની થાય છે. માથાની, શરીરપરની અને ૫ડાંની. તેમાં પડમાં જે જૂઓ થાય છે તે રોગ પ્રસારવાનું કામ કરે છે. કપડાંમાં અને માથામાં થતી જૂઓમાં બહુ ફેર નથી. કપડાપરની સહેજ ધોળી હોય છે. અને માથાની કાળી હોય છે. માથા સિવાય શરીરના બીજા ભાગ પર જે જૂઓ થાય છે તે ચપટી કાચબા ઘાટની હોય છે. શરીરમરની જુઓ સખ્ત ચોંટી રહે છે. અને એમના કરડવાથી આખો વખત ખંજવાળ આગ્યા કરે છે. મિ. એ બહુ બેટ નામના અંગ્રેજે “રેયલ સાયટી ઓફ મેડીસીન” ના “ચામડીના દર્દીના વિભાગ” ઉપર ગયા ફેબુઆરી મહિનામાં “જૂ’ વિષે કરેલી શોધ ખોળ રજુ કરી હતી. માથામાં અને લુગડાંમાં થતી ભૂઓને જીવનક્રમ અને ખાસિયત વણવતાં એમણે કહ્યું હતું કે “લી ”માંથી “ એ” થતાં ૭ થી ૧૦ દિવસ લાગે છે. ‘જૂઓ.’ હું દિવસ સુધી કંઈ પણ લેહી પીવાનું ન ભળે તે પણ ભૂખી જીવી શકે છે. ૧૦ થી ૧૪ દિવસની ઉમ્મરની થતાં “ જૂઓ” સંસાર વ્યવહારમાં પડવા લાયક થાય છે. ૧૮ દિવસની ઉંમરની સ્ત્રી–જૂ ઇડાં મૂકવા માંડે છે. બહુ સરદી હોય કે-ખાવાનું ના મળે તે “ના” ઈંડાં મૂકી શકતી નથી. નર-“જૂ ને સંગ થયા વગર મૂકાયલાં ઇંડાં શેવાતાં નથી. સંસાર શરૂ કર્યા પછી ૨૦ દિવસ “ જૂ’ માદાઓમાં ઇંડાં મૂકવાની શક્તિ રહે છે. દરરોજનાં ૧૦-૧૨ ઈડ દરેક “જૂ” મૂકે છે. અને કુલ ૩૦૦ ઇંડાં દરેક માદા મૂકી શકે. ” નું આયુષ્ય ૬૪ દિવસનું છે. અને આખી ઉમ્મરમાં એક “”બાઈ જાદવ બાળકને જન્મ આપી શકે ! જેના શરીરમાં જુઓ હોય એની રહેણી કરણી હલકી ગણવી જોઈએ. સ્વચ્છતા, નહાવા ધોવામાં ધ્યાન તથા પ્રસંગે પાત સાબુ, ઉનું પાણી વગેરે નિયમસર વાપરે તે જુઓ થઈ શકે નહિ. બુદ્ધિપ્રકાશ (આગષ્ટ ૧૯૧૭ અમદાવાદ) ૬૪ વર્ષથી જનસેવા બજાવી રહેલા અતિ જૂના માસિકના ઓગસ્ટ મહિનાના અંકમાં કાયદો અને કોર્ટ” “ટાગેરનું જીવન અને કવન” તથા “ખડા તાત્વિક બેલ ' વગેરે લેખે ખેંચાણુકારક છે. ૨. ભાઇ સીતારામ જે શર્માએ નૂતન વર્ષે લખવાના પાના થોડાક નમૂના ઠીક આપ્યા છે. દિવ્યવસ્થાપક - બર
SR No.522096
Book TitleBuddhiprabha 1917 09 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size748 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy